////

સુરતમાં યુનિવર્સિટીના કેમેસ્ટ્રીના પ્રોફેસરે કર્યો આપઘાત, 18 દિવસ પહેલાં થયા હતા લગ્ન

દક્ષિણ ગુજરાત વીર નર્મદ યૂનિવર્સિટીના કેમેસ્ટ્રીના પ્રોફેસરે આત્મહત્યા કરી છે. પ્રોફેસરના 18 દિવસ પહેલા જ લગ્ન થયા હતાં. આ સમગ્ર બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

યૂનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર પ્રોફેસર તરીકે ફરજ બજાવતા તેલંગાણાના પૂર્ણચંદ્ર રાવ કેમેસ્ટ્રીના પ્રોફેસર હતાં. તે છેલ્લા બે દિવસથી ગુમ હોવાના પગલે તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન સિક્યુરિટી ગાર્ડ તેમના ઘરે તપાસ માટે ગયો હતો. સિક્યુરિટી ગાર્ડે ઘરનો દરવાજો ખખડાવતા રાવે દરવાજો ખોલ્યો નહતો. જે બાદ તેને શંકા ઉપજી હતી. પોલીસને સાથે રાખીને ઘરની તપસા હાથ ધરતા છત સાથેના હૂંકમાં દોરી લટકાવી અને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતાં. મહત્વપૂર્ણ છે કે 20 તારીખે જ અધ્યાપકના લગ્ન થયા હતાં.

30-31 વર્ષની ઉંમરમાં જ પ્રોફેસરે આત્મહત્યા કરતા અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. પોલીસે અધ્યાપકના પરિવારનો સંપર્ક કરી તેમના મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. પ્રોફેસર કોન્ટ્રાક્ટ પર હતા અને આ વર્ષે ડિસેમ્બરમાં જ એક વર્ષ સમાપ્ત થઇ રહ્યુ હતું.

read also

Leave a Reply

Your email address will not be published.