///

સુરત: ઓનલાઈન શિક્ષણમાં તાણ અનુભવતી વિદ્યાર્થીનીનો આપઘાત

કોરોના મહામારીને પગલે બાળકોનું શિક્ષણ ન બગડે તે ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે, ત્યારે ઓનલાઈન અભ્યાસમાં પડતી તકલીફને લઇને સુરતની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. મોટા વરાછા ખાતે રહેતી તરુણીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. તરૂણીને ધોરણ 11 કોમર્સમાં ઓનલાઈન અભ્યાસને લઈને તકલીફ પડતી હતી. સાથે જ અભ્યાસને લઇને માનસિક તાણમાં રહેતી કિશોરીના આ પગલાથી તેના પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ અંગે તેના પિતાએ કહ્યું કે, તેને ઓનલાઈન શિક્ષણ ફાવતુ ન હોવાથી તે તાણ અનુભવતી હતી. તે સતત ચિંતામાં રહેતી હતી. તેથી તેણે આ પગલુ ભર્યું હોઈ શકે છે. ત્યારે તરુણીના આ પગલાથી પૂરો પરિવાર શોકમગ્ન બની ગયો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, વરાછા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ લુણાગરીયાની પુત્રી ધોરણ 11માં ભણે છે. જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસનો સહારો લેવો પડ્યો હતો. તેથી તેને માટે આ શિક્ષણ બહુ જ અઘરુ બની રહ્યું હતું. તે સતત ટેન્શનમાં રહેતી હતી. આશાદીપ શાળામાં માતા સાથે પેપર લઈ ઘરે આવતી હતી રસ્તે માતા ને કોઈ કામ યાદ આવી જતા બજાર ચાલી ગયા હતા.

આ દરમિયાન તરુણી ઘરે આવી ઓનલાઇન પરીક્ષાની તૈયારી કરી રહી હતી. દાખલામાં કંઈ સમજ ન પડતા એ પાડોશમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી બહેનપણી પાસે દાખલા શીખવા ગઈ હતી. જ્યાં એને દાખલા સમજાવી બહેનપણી એ ના સમજ પડે તો ફરી આવજે એમ કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.