////

US Election Result : વોશિંગ્ટનમાં ટ્રમ્પ અને બાઇડનના સમર્થક થયા એકત્રિત

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ઊભી થનારી અશાંતિને લઈને ફેડરલ લૉ એજન્સીઓ તૈયારી કરી રહી છે. ત્યારે 4થી 7 નવેમ્બર સુધી સમગ્ર શહેર વોશિંગ્ટન ડીસીમાં સિવિલ અશાંતિની યોજના છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પ્રદર્શનકર્તાઓની સોશિયલ મીડિયા સાઇટો પર અનેક સંદેશાઓ પર નજર રાખી છે. જેમાં એવા સંદેશ જોવા મળ્યા કે, જો તમે કંઈક કરવા માંગો છો તો 4 નવેમ્બરે વોશિંગ્ટન ડીસી આવો.

સાથે એ વાતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, અધિકારી દરેક પ્રકારની સ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે. જો વિરોધ પ્રદર્શન હિંસક થઈ જાય છે, તો ચૂંટણીના દિવસે બફર ઝોન માટે વ્હાઇટ હાઉસના ચારે તરફ ફેન્સિંગ લગાવીને અભેદ્ય ઘેરાબંધી કરી દેવામાં આવી છે. દેશભરમાં ખાસ કરીને વોશિંગ્ટન ડીસી વિસ્તારમાં નાગરિક પોતાના ઘરો અને દુકાનોની સુરક્ષા માટે બારીઓ અને દરવાજા પર વિશેષ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપ્રમુખ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીના પરિણામ જો બાઇડન કે ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષમાં આવે, ત્યારે હિંસાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બંને પક્ષોના સમર્થકોએ જાહેરાત કરી છે કે, મંગળવારની રાતથી વોટની ગણતરી માટે વોશિંગ્ટનમાં એકત્ર થશે. ટ્રમ્પ સમર્થકોએ ન્યૂ જર્સી અને ન્યૂ યોર્કમાં વીકેન્ડ પર ટ્રાફિક જામ કર્યો. તો બીજી તરફ ટ્રમ્પના અન્ય સમૂહે ટેક્સાસમાં જો બાઇડનની કેમ્પેન બસનો ઘેરાવ કર્યો. કેન્સસમાં વીકેન્ડ પર ચૂંટણી ડિબેટના કારણે લોકોની વચ્ચે ઘર્ષણ થયું અને જેમાં ત્રણ લોકોને ગોળી મારવામાં આવી.

Leave a Reply

Your email address will not be published.