//

સુપ્રિમ કોર્ટનું સરકારને સૂચન- કહ્યું સંક્રમિત દર્દીના દરેક ટેસ્ટ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવો

સુપ્રિમ કોર્ટે બુધવારે કેન્દ્રને સૂચના આપી છે કે કોરોના વાયરસથઈ સંક્રમિત દર્દીની ઓળખ માટે કરવામાં આવતો ટેસ્ટ વિના મૂલ્યે હોવો જોઈએ. ન્યાયમૂર્તી અશોક ભૂષણની ખંડપીઠે કહ્યું હતું કે- એવી વ્યવસ્થા વિકસાવવામાં આવે કે જેથી ટેસ્ટ માટે લોકો પાસેથી લેવામાં આવેલી ફી પરત કરી શકાય.. ન્યાયમૂર્તી અશોક ભૂષણ અને ન્યાયમૂર્તી રવિન્દ્ર ભટ્ટની બનેલી ખંડપીઠે કેન્દ્રને કહ્યું હતું કે- દેશભરમાં 118 લેબોરટરીમાં દરરોજ 15 હજાર ટેસ્ટ કરવામાં આવે છે અને તેની ક્ષમતા વધારવા 47 પ્રાઈવેટ લેબોરટરીને તપાસ માટે મંજૂરી આપી રહ્યા છીએ સુપ્રીમ કોર્ટના એડવોકેટ શશાંક દેવ સુધિએ દાખલ અરજીમાં કહ્યું કે- કોર્ટ કેન્દ્ર તથા અધિકારીઓને આદેશ આપે કે કોરોના વાઈરસથી સંક્રમણની તપાસ મફત એટલે કે વિના મૂલ્યે કરવામાં આવે, કારણ કે આ ટેસ્ટ ખૂબજ મોંઘા હોય છે.

Leave a Reply

Your email address will not be published.