////

ગુજરાતના આ રાજ્યસભા સાંસદને સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ

સુપ્રીમ કોર્ટે વિદેશ પ્રધાન અને રાજ્યસભાના સાંસદ એસ. જયશંકરને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટમાં વિદેશપ્રધાન વિરુદ્ધમાં દાખલ થયેલી ત્રણ અરજીઓની સુનાવણીને લઈને આ નોટિસ પાઠવવામાં આવી હતી. એસ. જયશંકરની રાજ્યસભા ચૂંટણીને પડકારવામાં આવી છે. નોંધનીય છે કે એસ. જયશંકર જુલાઇ 2019માં ગુજરાતમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા હતાં.

સુપ્રીમ કોર્ટે વિદેશ પ્રધાન અને ભાજપના રાજ્યસભાના સાંસદ એસ. જયશંકરને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટની આ નોટિસ તેમની સામે દાખલ થયેલી ત્રણ અરજીના સંદર્ભે દાખલ થઈ છે અને તેમની ચૂંટણીને પડકારવામાં આવી છે.

જુલાઇ 2020માં ચૂંટણી સામે કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં વિદેશ પ્રધાન એસ.જયશંકરનો જવાબ માંગ્યો છે. આ અરજીમાં ચૂંટણી માટેના મતગણતરી વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે મે મહિનામાં સુપ્રીમ કોર્ટે આ તમામ અરજીઓ સાથે મળીને સુનાવણી કરવા સંમતિ આપી હતી.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જુલાઈમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને સ્મૃતિ ઈરાની દ્વારા લોકસભાની ચૂંટણીમાં જીતવાને કારણે ગુજરાતમાં બે રાજ્યસભા બેઠકો ખાલી થઈ હતી. જેના માટે ચૂંટણી યોજાઈ હતી. આ બંને નેતાઓ રાજ્યસભાના પહેલા સાંસદ હતાં, પરંતુ બંનેએ 2019ની સામાન્ય ચૂંટણીમાં લોકસભાની ચૂંટણી જીતી લેતા ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી થઈ હતી.

ચૂંટણી પંચે ગત વર્ષે આ બેઠકો પર ચૂંટણી યોજી હતી. આ બંને બેઠકો માટેની ચૂંટણી એક જ દિવસે યોજવામાં આવી હતી. પરંતુ મતદાન અલગ હતું. કોંગ્રેસે આ પ્રક્રિયાને પડકારી હતી.

Leave a Reply

Your email address will not be published.