સુપ્રીમનો કેન્દ્રને આદેશ, વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણનો રિપોર્ટ 6 અઠવાડિયામાં રજૂ કરો

બ્રિટનમાં રહેલા ભાગેડું ઉદ્યોગપતિ વિજય માલ્યાનું ભારતમાં પ્રત્યાર્પણ કરવા સંબંધી કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે, તે આગામી 6 અઠવાડિયામાં રિપોર્ટ જમા કરાવી આપવામાં આવે. આ અંગે જસ્ટિસ યુ.યુ. લલિતની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું હતું કે, ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણ પછી યુનાઇટેડ કિંગડમમાં તેમની વિરુદ્ધ “ગુપ્ત કાર્યવાહી” થતાં સુનાવણી થઈ રહી નથી. 31 ઓગસ્ટે સમીક્ષાની અરજી ફગાવી દેવાઈ અને દોષિત ઠેરવ્યા પછી, માલ્યા તેમની સામેના અવમાનના કેસમાં સુપ્રીમ કોર્ટમાં હાજર થવાના હતા.

ન્યાયાધીશ લલિતે કહ્યુ કે, 31 ઓગસ્ટના વિદેશ મંત્રાલયની રિપોર્ટ પ્રમાણે બ્રિટનમાં માલ્યા સામે અમુક કાનૂની કાર્યવાહી બાકી છે. આ અંગે માલ્યાના વકીલ પાસેથી જવાબ માંગ્યો હતો. ઈ.સી. અગ્રવાલ તરફથી એક અરજી દાખલ કરવામાં આવી છે કે, તેઓ આ કેસમાંથી મુક્ત થવા ઈચ્છે છે. ત્યારે આ અરજી જસ્ટિસ લલીતે રદ કરી દીધી છે. આથી અગ્રવાલ આરોપીના વકીલ તરીકે ચાલુ રહેશે. જે બાદમાં ન્યાયાધીશ લલિતે આ કેસમાં સંબંધિત રિપોર્ટ છ અઠવાડિયામાં સોંપવાનો આદેશ કર્યો હતો. હવે આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની કંપની યૂનાઇટેઝ બ્રુઅરીઝ લિમિટેડની એક અરજી 26 ઓક્ટોબરના રોજ ફગાવી દીધી હતી. આ અરજીમાં કંપનીએ કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના કિંગફિશર એરલાઇન્સની લેણા વસૂલ કરવા માટે યુએચબીએલ બંધ કરવાના આદેશને પડકાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.