//

સુપ્રીમ કોર્ટે અંબાણી બંધુઓની સિક્યુરિટી પાછી લેવાની અરજી રદ્દ કરી

મુકેશ અંબાણી ભારત જ નહીં યુરોપના સૌથી અમીર વ્યકિતને પાછળ છોડી હવે દુનિયાના ચોથા નંબરના સૌથી અમીર વ્યકિત છે. ત્યારે સુપ્રીમ કોર્ટ બંને અંબાણી બંધુઓને ઝેડ પ્લસની સિક્યુરિટી પરત લેવાની અરજી રદ્દ કરી છે.

સુપ્રીમ કોર્ટ આ મામલે બોમ્બે હાઇકોર્ટનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારની હાઇ લેવલની સિકયુરિટી તેમને આપવી જોઇએ. તેમના જીવને જોખમ છે.

ઉલ્લેખનિય છે કે, અરજકર્તાની માંગ છે કે, બંને અંબાણી બંધુ તેમના પોતાના ખર્ચથી પોતાની સુરક્ષાની જવાબદારી લઈ શકે છે. આવી સ્થિતિમાં ઝેડ પ્લસની સુરક્ષા તેમની પાસેથી પરત લેવી જોઈએ. જ્યારે સિનીયર વકીલ મુકુલ રોહતગીનું કહેવું છે કે, બંને ભાઇઓ દેશના જાણીતા વ્યવ્સાયી છે. ત્યારે આવા વ્યવસાયીની સુરક્ષાની જવાબદારી સરકારે લેવી જોઇએ. આ સાથે મુકુલ રોહતગીએ જણાવ્યું કે, સરકાર તરફથી મળનારી સુરક્ષાનો ખર્ચ આ બંધુ ઉઠાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.