//

RT-PCR ટેસ્ટની કિંમતને લઇ સુપ્રીમ કોર્ટે કહ્યું કે…

દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 91 લાખને પાર પહોંચી છે તો દેશના 4 રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ દર્દીઓ જોવા મળ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં કોવિડ-19ના RT-PCR ટેસ્ટની કિંમત સમાન હોય તેને લઇને એક અરજી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે આ સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ મોકલીને જવાબ આપવા કહ્યું છે.

વકીલ અજય અગ્રવાલે કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં કોરોના માટે આરટી-પીસીઆર ટેસ્ટની કિંમત અલગ-અલગ છે. આખા દેશમાં આ તપાસની કિંમત 400 રૂપિયા હોવી જોઈએ. જેનાથી કોરોના ટેસ્ટમાં વધારો થશે અને લોકોને ફાયદો થશે. સુપ્રીમ કોર્ટે આ અરજીને સૂચિબદ્ધ કરી છે અને બે અઠવાડિયા બાદ તેની સુનાવણી થશે.

કોરોનાકાળમાં વધતા કેસની વચ્ચે લગ્નપ્રસંગ અને મેળાવડાને લઈને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વણસી રહી છે પરિસ્થિતિ. કોર્ટે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને અસમ પાસેથી કોરોના અંગે રિપોર્ટ માંગ્યો હતો અને આ રિપોર્ટ શુક્રવાર સુધીમાં રજૂ કરવાનું સૂચન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 91 લાખને પાર પહોંચી છે. તે દરમિયાન, દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દરરોજ નોંધાતા કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સાથે જ મોતનો આંક પણ વધ્યો છે.

Leave a Reply

Your email address will not be published.