/

સુરક્ષાની મોટી વાતો વચ્ચે સુરતમાં ધોળા દિવસે 6 રાઉન્ડ ફાયરિંગ

ગુજરાતનું ડાયમંડ સિટી એવું સુરત ક્રાઇમસિટી બની ગયું છે. સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરોની પ્રમાણ વધી રહ્યુ છે. જે ચિંતાજનક વિષય બની ગયો છે.

ગુનેગારોને પોલીસ પ્રસાધન કે કોર્ટની બીક રહી નથી. સુરતમા ૨ દિવસ પહેલ વરાછા વિસ્તારની અમર જવેલર્સમાં બંદુકધારીઓએ ૬ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં જવેલર્સનાં મેનેજરને ગોળી વાગી હતી. ધોળા દિવસે ૬ રાઉન્ડ ફાયરિગં કરનારા ૨ આરોપીઓ ઝડપાયા છે. જેમાં કૂખ્યાત ગેંગસ્ટર લોરેન્સનું નામ ખુલ્યુ છે.

સુરતમાં વરાછા વિસ્તારમાં અમર જવેલર્સમાં ધોળા દિવસે ૬ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. જેને લઇને પોલીસ પ્રસાધનમાં દોડભાગ મચી ગઇ હતી. ફાયરિંગની ઘટનામાં જવેલર્સનો ૧ કર્મચારીને પેટના ભાગે ઇજા થઇ હતી. બંદુકધારીઓએ જવેલર્સમાં ૬ રાઉન્ડ ફાયરિંગ કરી હતી. જેને લઇને આજુબાજુમાં ટોળા ભેગા થઇ ગયા હતાં. જયારે બંદુકધારીઓ જવેલર્સમાંથી ભાગ્યા ત્યારે એકઠી થયેલી ભીડે તેમને ઝડપી પાડયા હતાં. જથી પોલીસે તેના આધારે અન્ય ૨ આરોપીઓની પણ ધરપકડ કરી છે.

ફાયરિંગની આ ઘટનાનાં આરોપીઓમાં વિજય કરપરા નામના સૌરાષ્ટ્રનાં ગેંગસ્ટરની ધરપકડ કરી હતી. જેમાં આજે બીજા આરોપીઓ મહેન્દ્વ ઉર્ફે મેંદો અને કપિલ ઉર્ફે બાવો ઝડપાઇ ગયા હતાં.પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, આરોપીઓને ફોનનાં લોકેશનનાં આધારે ઝડપી પાડયા હતાં. તેમજ જે પિસ્તોલથી ફાયરિંગ કર્યુ હતું. તે પિસ્તોલને પણ જે કરી છે.

Leave a Reply

Your email address will not be published.