//

સુરતઃ ઘર આંગણે રમતી ચાર વર્ષની બાળકી અચાનક થઈ ગુમ, ઇજાગ્રસ્ત હાલતમાં મળી

સિવિલ હોસ્પિટલ ખસેડાયેલી બાળકીનું તબિબી પરિક્ષણ કરાતા તેના ગળા અને પ્રાઇવેટ પાર્ટમાં ઇજાના નિશાન મળ્યા હતા. બાળકીને બ્લિડિંગ થતું હોવાને કારણે તેની સાથે બળાત્કાર થયાંનું સામે આવ્યું છે

સુરતઃ સુરતમાં નાની બાળાઓ અને સગીરાઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે વધુ એક ઘટના સચિન જીઆઈડીસી વિસ્તારમાં બની હતી. અહીં ઘરની બહાર રમતી ચાર વર્ષની બાળકીને ઉઠાવી જઈને નરાધમે દુષ્કર્મ આચર્યું હતુ. સચિન GIDCમાં મંગળવારે ઘર પાસેથી રમતા રમતા ગાયબ થયેલી ચાર વર્ષીય બાળકીને સચિન, સચિન જીઆઇડીસી અને ક્રાઇમબ્રાંચે 10 ટીમો બનાવીને 5 કલાકના અંતે રામેશ્વર કોલોની પાસેથી ઝાડીઝાંખરામાંથી ઇજાગ્રસ્ત હાલતમાં શોધી કાઢી હતી.

સિવિલ હોસ્પિટલ ખસેડાયેલી બાળકીનું તબિબી પરિક્ષણ કરાતા તેના ગળા અને પ્રાઇવેટ પાર્ટમાં ઇજાના નિશાન મળ્યા હતા. બાળકીને બ્લિડિંગ થતું હોવાને કારણે તેની સાથે બળાત્કાર થયાંનું સામે આવ્યું છે. પોલીસે નજીકના સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટના અંગે વાત કરીએ તો સચિન GIDCના શ્રમ વિસ્તારની 4 વર્ષની બાળકી બે બાળકો સાથે રમતા રમતા ઘરથી દૂર જતી રહી હતી. ઘરે પરત ન ફરતા માતાએ શોધખોળ કરતાં બે બાળકોએ કહ્યું હતું કે બાળકીને એક અંકલ લઈ ગયા છે.

માતાએ બપોરે દોઢ ક્લાકે સચિન GIDC પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે અપહરણ કરાયેલા એરિયાના સીસીટીવીની તપાસ કરતાં જેમાં એક વ્યકિત બાળકીને લઈ જતો દેખાયો છે.

મોડી સાંજે બાળકી સચિન રામેશ્વર કોલોની પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલ પાસે ઝાડી-ઝાખરામાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. પોલીસે બાળકીને તાત્કાલિક સિવિલમાં ખસેડી હતી.

બાળકીની મેડિકલ પરિક્ષણમાં ગળા અને પ્રાઇવેટ પાર્ટમાં ઈજાના નિશાનો મળ્યા હતા. બ્લિડિંગના પગલે તેના પર રેપ થયાંનું બહાર આવ્યું હતું. હાલ બાળકીની તબિયત સુધારા પર છે.

Leave a Reply

Your email address will not be published.