///

જાણો સુરતના વેવાઈ-વેવાણનું નવું ઠેકાણું

કહેવાય છે કે પ્રેમની કોઇ ઉંમર નથી હોતી કે પછી કોિ સીમા નથી હોતી. પ્રેમ આંધરો હોય છે. આ કહેવતને સિદ્વ કરનારા સુરતનાં વેવાણ અને વેવાઇ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સુરતનાં વેવાણ-વેવાઇ ફરી એક વાર ભાગી ગયા છે. જેથી સમગ્ર સુરત પંથકમાં આ વાત વાયુના વેગે પ્રસરી ગઇ છે. તેમજ આખા પંથકમાં ચક્રચાર મચી જવા પામયો છે. ગુજરાતમાં ચગેલુ વેવાઇ-વેવાણનું પ્રકરણ પુરુ થવાનું નામ લેતુ નથી. આ કિસ્સો ફિલ્મી કહાનીથી ઓછો નથી. આ કિસ્સામાં સમાજની કે પરિવારજનોની સમજાવટ પણ કામ ના આવી વેવાણ-વેવાઇ ફરી એકવાર ભાગી ગયા છે. પહેલી વખત ભાગીને આવ્યા બાદ ફરી વેવાણ-વેવાઇ ભાગી ગયા છે. આ વખતે ભાગીને તેઓ સુરતનાં વરાછામાં એક મકાન ભાડે રાખીને ઘર સંસાર શરૃ કર્યો છે.

વેવાણ-વેવાઇ પ્રથમ વખત ભાગીને કયાં ગયા હતાં
પહેલી વખત વેવાણ-વેવાઇ ૨૯ ફેબ્રુઆરીએ ભાગી ગયા હતાં. પહેલી વખત ભાગીને તેઓ ઉજજૈન રોકાયા હતાં. ૬ દિવસ સાથે રહ્યા બાદ તેઓ ઘરે પરત ફર્યા હતાં.  જયાં ૧૬ દિવસ સાથે રહ્યા બાદ વેવાઇ સુરતનાં કટોદરા પોલીસ મથકમાં હાજર થયાં હતાં. જેમને જોવા પોલીસ મથકમાં ટોળે-ટોળા ઉમટી પડયા હતાં. જયાં પોલીસની સમક્ષ વેવાઇએ પોતાનું નિવેદન આપ્યું હતુ કે, મારા દીકરાની સગાઇ તૂટવાનાં પ્રયાસ થતા આબરૃ જવાના ડરેથી ભાગી ગયા હતાં. જયારે વેવાણઅ સુરતનાં અન્ય પોલીસ મથકમાં હાજર થઇને નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, મારી પોતાની ભૂલ થઇ હોવાનું કબુલુ છું અને હું મારી મરજીથી ભાગી ગઇ હતી. મારી મરજીથી પાછી ફરી છું. મને કોઇએ દબાણ કર્યુ નથી. ઘરે પાછા ફર્યા બાદ વેવાણનાં પતિએ તેને અપનાવવાની ના પાડી દીધી હતાં. જેથી વેવાણ તેના પિતાના ઘરે રહેતી હતી. જોકે બાદમાં એવા અહેવાલ આવ્યા હતાં કે બધુ ભૂલીને વેવાણના પતિ તેને અપનાવવા તૈયાર થયા હતાં. પરંતુ હવે ૩૪ દિવસ બાદ વેવાઇ વેવાણને લઇને ફરી ફરાર થઇ ગયો છે. વેવાઇ-વેવાણના દીકરા-દીકરીનાં લગ્ર તૂટી જતાં મામલો બિચકાયો. વેવાણ-વેવાઇના દીકરી-દીકરાનાં લગ્ર તૂટી ગયા હતાં. જેથી વેવાણના પતિએ દીકરીનાં લગ્ર માટે ચઢાવેલા દાગીના સહિતનો સામાન સુરતમાં રહેતા સંબંધી મારફતે વેવાઇના ઘરે મોકલીને મોં પર માર્યા હતાં. જેને લઇને બંન પરિવારો વચ્ચે મામલો બિચકાયો હતો. જેથી બંન્ને વચ્ચેનો ઝઘડો ફરી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જયારે પોલીસે બંન્ને પક્ષોમાંથી ૩ લોકોની અટકાયત કરી હતી. વેવાણના પતિ વેવાણને અપનાવવા તૈયાર હતાં. વેવાણના પતિ ફરી પત્નીને અપનાવવા માટે તૈયાર હતાં. વેવાણના પતિએ દરિયાદિલી દેખાડીને બધુ ભૂલીને નવેસરથી જીવન પ્રસાર કરવા તૈયાર થઇ ગયા હતાં. સમાજની મધ્યથીથી ટુંક સમયમાં વેવાણ અને તેના પતિ વચ્ચે સુલાહ માટેની બેઠક યોજાવવાની હતી. વેવાણના પતિએ જણાવ્યુ હતું કે, આ સમગ્ર ઘટનાથી હું ખૂબ દુખી છું. મારા પર શુ વીતી છે. તેની કોઇ કલ્પના પણ કરી શકે તેમ નથી. આ મુશ્કેલીભરી સ્થિતિમાં હું જરા પણ નકારાત્મક વિચારવાના બદલે મારી પત્નીને સ્વીકારવા તૈયાર છું. અને આ જ દાંપત્ય જીવનની સાચી વ્યાખ્યા છે.

વેવાણ-વેવાઇ વચ્ચેનો જુનો પ્રેમ સંબંધ
૪૮ વર્ષના વેવાઇ અને ૪૬ વર્ષની ઉંમરના વેવાણ વચ્ચે યુવાનીના સમયમાં જ પ્રેમ પાંગડયો હતો. વેવાણ-વેવાણ યુવાનીમાં પ્રેમી પંખીડાઓ હતા. પરંતુ કોઇ કારણોસર બંનેનાં લગ્ર થઇ શકયા નહતાં. જયારે વેવાણ-વેચાઇ અમરોલીમાં નાના હતા સાથે એકબીજાની બાજુમાં રહેતા હતાં. પરંતુ બંન્નેના લગ્ર ના થતાં સંપર્ક તૂટી ગયો હતો. જોકે અચાનક બંન્ને મળી જતા એક-બીજાનાં નંબરની આપલે થઇ હતી. ત્યારે જુનો પ્રેમ ફરી પાંગડયો હતો. વેવાઇએ પોલસને જણાવ્યા મુજબ બન્નેનાં લગ્ર થઇ ગયા બાદ વેવાણ મામાને ત્યાં લગ્નમાં આવી હતી જેથી અમારી મુલાકાત થઇ હતી. ત્યારથી અમે નંબરની આપ-લે કરી મિત્રની રીતે ફોન પર વાતચીત કરતાં હતાં. બાદમાં મારા દીકરા અને તેની દીકરીની સગાઇ નક્કી કરી હતી. જેથથી વેવાણના પતિને અમારા પર શંકા જતાંસગાઇ તોડી નાખવાની કોશિષ કરી હતી. જેથી મને અને વેવાણને સમાજમાં આબરૃ જશે તેથી એકબીજા સાથે ઘર છોડીને ભાગી ગયા હતાં.

ફરીએક વાર વેવાઇ-વેવાણ ભાગીને કયાં ગયા?
૩૪ દિવસ બાદ વેવાઇ ફરી પરિવાર સાથે ઝઘડો કરીને કામરેજ પિયરમાં રહેતી વેવાણને લઇને ફરાર થઇ ગયો છે. વરાછામાં ભાડાનાં મકાનમાં નવેસરથી બંન્નેએ પોતાનો સંસાર માંડયો હતો. પરંતુ કોઇક કારણોસર રવિવારે વરાછાથી ભાગીને નાસિકનાં ડુંગળી ગામમાં ભાડાનું મકાન રાખીને રહેતા હોવાની વાત સામે આવી છે. 

Leave a Reply

Your email address will not be published.