/

દિકરીને સાસરે લેવા ગયેલા પિતાની કારને નડ્યો અકસ્માત, દિકરી-જમાઇ સહિત 3નાં મોત

હાલ દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે દિકરીને સાસરેથી લઇને પરત આવી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં દીકરી-જમાઇ અને સસરાનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં મૃત પામેલી દિકરીને 7 માસનો ગર્ભવતી હોવાની જાણકારી સામે આવી છે.

મળતી માહિતી મુજબ સુરત શહેરના ઉધના વિસ્તારમાં સાસરે વળાવેલી દિકરીને દિવાળીના તહેવાર નિમિત્તે સાસરેથી તેડવા ગયેલા પિતાની કારનો ધૂલિયા-સુરત હાઇવ પર કોંડાઇબારી નજીક વ્હેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ટ્રકચાલકે કારને ટક્કર મારતા કાર 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. આ અકસ્માતના પગલે કારમાં સવાર 4 પૈકી 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. આ દૂર્ઘટનામાં દીકરી-જમાઇ અને સસરાનું મોત થયું હતું. ગાડીમાં સવાર નાની બહેનને ગંભીર ઇજા પહોંચી હતી. જો કે અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો છે, પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.