//

સુરત શહેર ભાજપ ઉપપ્રમુખની મુશ્કેલીમાં વધારો, હવે…

સુરત શહેરમાં 25 દિવસ પહેલા આવકવેરા વિભાગે PVS શર્માના ઘરે રેડ પાડી હતી. શર્મા શહેર ભાજપના ઉપપ્રમુખ છે સાથે જ તેઓ ઈન્કમ ટેક્સ વિભાગના પૂર્વ અધિકારી પણ રહી ચૂક્યા છે. રેડ દરિમયાન અનેક દસ્તાવેજ મળી આવ્યા હતાં, જે અંગે તપાસ શરૂ કરતા અનેક ગોટાળા સામે આવ્યા હતાં. જેથી આવકવેરા વિભાગે ઉમરા પોલીસ મથકમાં શર્મા સામે ફરિયાદ નોધવી હતી. ત્યારબાદ શર્માએ નવસારી ખાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જો કે હાલ તેમની સારવાર ચાલી રહી છે, આ વચ્ચે ઇન્કમ ટેક્સની રેડથી શરૂ થયેલી તપાસમાં હવે ED પણ જોડાઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે. ED દ્વારા હવે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ શર્માના ઘરે અને ઓફિસે ED દ્વારા તપાસ કરવામાં આવી છે. બોગસ બીલિંગ મામલે એન્ફોર્સમેન્ટ ડીરોકટોરેટ દ્વારા તપાસ શરૂ થઈ ગઈ છે. શર્મા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આવકવેરા વિભાગ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં શર્મા સહિત 2 લોકો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો કેસ નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.