સુરતના પુણા ગામના આઇમાતા ચાેક નજીક આવેલી ભાગ્યાેદય ઇન્ડ્રસ્ટીમાં રાેલ પાેલીશની ફેકટરીમાં માેડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ફેકટરીમાં માેડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ફેકટરીમાં અંદરથી લાેક મારી સૂતેલા બે યુવકાે ગૂંગળામણને કારણે માેત નિપજયાં છેં.જયારે અન્ય બે મજૂરો આગની લપેટમાં આવતા ઇજાગ્રસ્ત થયા હતાં. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહાેંચી હતીં. અને આગ ઉપર કાબુ મેળવયાે હતાે.

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી ભાગ્યાેદય ઇન્ડસ્ટ્રીમાં આવેલી રામદેવ ડેપાેમાં માં રાત્રિના સમયે 4 જેટલા કારીગરાે કારખાનાની અંદર સુઇ રહ્યા હતાં. દરમિયાનમાં કારખાનામાં આવેલ પાેલીશના મશીનમાં 3:52 વાગ્યાની આસપાસ લાગી હતી. આગમાં રાધેશ્યામ ગરવાલ અને માયારામ મકવાણા નામના કામદારાેના માેત નિપજયા હતાં. બંને મૃતકાે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હતાં.કારખાનાને બહારથી તાળુ માર્યુ હાેંવાથી ફાયરની ટીમને મુશકેલી થઇ હતી.જેથી ફાયર જવાને લાેખંડની ગીલ અને તાળુ તાેડી અંદર પ્રવેશ્યા હતાં. કારખાનાની અંદર ઘૂસ્તા બે કારીગરાે ઇજાગ્રસ્ત જણાતા તેઓ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. જયારે બીજા બે કારીગરાે ઘુમાડાને કારણે ગૂંગળાઈ જતાં બેભાન અવસ્થામાં મળયા હતાં. જયાં તેમણે હોસ્પિટલ માં વધુ સારવાર માટે ખસેડાતા ફરજ પરના તબીબો તેમણે મૃત જાહેર કર્યા હતાં. ફાયર વિભાગને ફેકટરીમાંથી 7 જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા હતાે. અંદાજે ફાયરની 8 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ આગ બુઝાવવાની કામગીરીમાં જાેડાઇ હતી.કયાં કારણાેસર આગ લાગી તે હજી સુધી જાણી શકાયુ નથી. પરંતુ હાલ આગ કાબુમાં છે. પાેલીસે બનાવની ફરિયાદ દાખલ કરી તપાસ હાથધરી હતી.