////

સુરતના મેયર ડૉ.જગદીશ પટેલ થયા કોરોના સંક્રમિત

રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે સુરત સહિત મોટા શહેરમાં રાત્રિ કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે સુરત શહેરમાં પણ કોરોનાના સંક્રમણમાં વધારો નોંધાયો છે. તેવાંમાં સુરત શહેરના મેયર ડૉ.જગદીશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સુરતના મેયક જગદીશ પટેલે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારે કોરોનાગ્રસ્ત થતા તેઓ પોતાના ઘરે જ સારવાર લેશે અને હોમ કોરન્ટાઈન થશે. તો તેમણે વિનંતી કરી છે કે, છેલ્લા પંદર દિવસમાં તેમના સંપર્કમાં આવનારા તમામને કોરોના ટેસ્ટ કરાવી લેવા અને જરૂર પડે તો કોરોન્ટાઈન થઈ જવા કહ્યું છે.

ત્યારે ભાજપના વધુ એક આગેવાન કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ડાંગની બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં વિજય પટેલ વિજયી બન્યા હતા. હવે આ પેટાચૂંટણીનો ઉત્સાહ ભાજપના વિવિધ આગેવાનોને કોરોનાના સ્વરૂપમાં નડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.