/

સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કોરોના બાદ કોને ધ્યાનમાં રાખી આપી ધમકી ?

કોરોના વાયરસને પગલે લોકોમાં જાગૃતિ આવી છે. જેથી લોકો સેનેટરાઈસર અને માસ્કનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ વેપારીઓ તેમાં સેનેટ રાઈઝર અને માસ્કની ડિમાન્ડ વધતા વેપારીઓએ ઉગાડી લૂંટ શરૂ કરી છે. માસ્ક અને સેન્ટરાઇઝર વેપારીઓ બ્લેકમાં વહેચી રહ્યા છે. વેપારીઓએ માસ્ક અને સેન્ટરાઇઝરમાં જે કારા બજારી શરૂ કરી છે. તેની સામે ભાજપના ધારા સભ્ય હર્ષ સંગવીએ બાયો ચઢાવી છે. અને વેપારીએ શરૂ કરેલી ઉગાડી લૂંટ અંગેનો વિડિઓ વાયરલ કર્યો છે.જેમાં તેમણે વેપારીઓને આ અંગે ચીમકી ઉચ્ચારી છે. એક બાજુ કોરોનાનો કેહર છે. તો બીજી બાજુ માસ્ક અને સેન્ટરાઇઝર લોકોની જીવન જરૂયાતની વસ્તુ બની ગઈ છે. આવા સંજોગોમાં લોકોની સેવા કરવાના બદલે વેપારીઓ પ્રજા સાથે પોતાનો અંગત સ્વાર્થ રાખીને આર્થિક ફાયદો મેળવી રહ્યા છે. માસ્ક અને સનેટ રાઈઝર સિવાય પણ દૂધ, શાકભાજી, અનાજ જેવી જીવન જરૂરિયાત સિવાયની વસ્તુઓમાં પણ ઉગાડી લૂંટ ચલાવવામાં આવી છે.જેથી ભાજપના ધારાસભ્ય હર્ષ સંગવીએ પોતાનો વિડિઓ બનાવીને વેપારીઓને ચીમકી આપીને પોતાનો રોષ ઠાલવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.