///

સુરત મનપા કમિશ્નરે ફાયર સેફ્ટીને લઈને ખાનગી હોસ્પિટલમાં ચેકિંગના આદેશ આપ્યા

રાજકોટમાં બનેલી અગ્નિકાંડ બાદ સુરત મનપા તંત્ર હરકતમાં જોવા મળ્યું છે. જેમાં મનપા કમિશ્નર દ્વારા શહેરની 19 ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઈને ચેકિંગનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની પુરતી સુવિધાઓ તાકીદે કરવા સુચના આપવામાં આવી છે.

સુરત મનપા કમિશ્નર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ઉપકરણો તપાસવા તેમજ પુરતી સુવિધા તાકીદે કરવા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઇલેકટ્રીક ઉપકરણો-વાયરિંગની પણ તપાસ કરવામાં આવશે.

આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોએ ફાયર સેફ્ટી અંગેનું સર્ટિફિકેટ તાત્કાલિક ધોરણે સુરત પાલિકામાં જમા કરાવી દેવાનો આદેશ પમ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોવિડ માટે પાલિકાએ શહેરની હોસ્પિટલો સાથે MOU કર્યાં છે.

નોંધનીય છે કે, રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા. આ ઘટનાને પગલે કોવિડ હોસ્પિટલના ત્રણ તબીબોની કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ અટકાયત કરવામાં આવી હતી, જોકે હાલ કોર્ટે આ ત્રણ તબીબોને જામીન આપી દીધા છે. ત્યારે આ ઘટનાને પગલે સુરત મનપા એકશનમાં આવીને ખાનગી હોસ્પિલમાં ચેકિંગના આદેશ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.