///

સુરત મનપાએ કર્યું એવું આયોજન કે લોકો 24 કલાક મેળવે છે શુદ્ધ ઓક્સિજન

સ્માર્ટ સિટી એવા સુરત શહેરમાં ઊંચી ઇમારતો અને ઘણાં ઉદ્યોગો જોવા મળે છે. તો તેની બીજી બાજુ પર જોઈએ તો સુરતને હરિયાળું બનાવવા માટેનું કાર્ય સુરત મહાનગરપાલિકા દ્વારા જોરશોર કરવામાં આવી રહ્યું છે. જેમાં સુરતમાં બે બગીચા એવા બનાવવામાં આવ્યા છે. જ્યાં ચોવીસ કલાક ઓક્સિજન આપનાર વૃક્ષો લગાડવામાં આવ્યા છે. આ વૃક્ષોની સંખ્યા બંને બાગમાં 12 હજારથી પણ વધુ છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નાના-મોટા એવા કુલ 228થી વધુ બગીચાઓ બનાવવામાં આવ્યા છે. જેમાં લાખોની સંખ્યામાં વૃક્ષો અને છોડ જોવા મળે છે. આ વચ્ચે વિશેષતા એ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ બે બગીચાઓ તૈયાર કરવામાં આવ્યા છે. જેને ઓક્સિજન બગીચા કહેવામાં આવે છે.

આ બગીચાઓ બનાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, આ બંને ભાગોમાં એવા વૃક્ષો લગાડવામાં આવ્યા છે, જે 24 કલાક ઓક્સિજન લોકોને પ્રદાન કરે છે. જેમાં 24 કલાક ઓક્સિજન આપનાર વૃક્ષોની સંખ્યા પણ સો-બસો નહિ, પરંતુ 12 હજાર જેટલી છે.

શહેરના ભીમરાડ અને ઉતરાણ ખાતે આ બંને ઓક્સિજન પાર્ક પાલિકાના બાગ બગીચા ખાતા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પીપળા, વડ, લીમડા, રબર પ્લાન્ટ, ફાયકસ, એરીકા પામ, પાંડાનસ, હરિદ્વાર તુલસી, શ્યામ તુલસી, રામ તુલસી, સ્નેક પ્લાન્ટ, મની પ્લાન્ટ, એલોવેરા સ્પાઈડર લીલી, પીસ લીલી, ડ્રેસીના ટ્રાય કલર જેવા 24 કલાક ઓક્સિજન આપનાર વૃક્ષ વાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.