////

કોરોનાના વધતા સંક્રમણને પગલે સુરત મનપાએ અનોખું અભિયાન શરૂ કર્યું

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જાય છે, એવામાં સુરત સહિત અમદાવાદમાં કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ 3 કરોડથી વધુનો દંડ લોકો પાસેથી વસૂલ કર્યો છે. ખાસ કરીને માસ્ક વગરના તેમજ સોશિયલ ડિસ્ટસિંગનું પાલન નહીં કરનારા લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ત્યારે કોરોનાના વધતા સંક્રમણને કાબમાં લેવા સુરત મનપાએ એક અનોખું અભિયાન શરૂ કર્યું છે.

જોકે લોકો પાસેથી દંડની આટલી મોટા રકમ વસૂલ કરવા છતાં પણ લોકો સમજવાનું નામ નથી લઈ રહ્યાં. સાથે જ કેન્દ્ર સરકારની ગાઇડ લાઇનનું પણ લોકો પાલન નથી કરી રહ્યાં. ત્યારે એવામાં સુરત મહાનગરપાલિકા દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનું નામ છે ‘માસ્ક નહિ તો ટોકેંગે, કોરોના કો ભગાયેંગે.’

આ અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા માસ્ક વગર ફરતા લોકોને પકડવામાં આવશે અને તેઓને કોરોનાથી કઈ રીતે મૃત્યુ થઇ શકે તે અંગે સમજણ આપવામાં આવશે. આ ઉપરાંત જો સમજણ આપ્યા બાદ પણ ફરી આ વ્યક્તિને પકડાશે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.