////

સુરત મહાનગર પાલિકા વાવાઝોડામાં ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડાને વેચવાને બદલે સ્મશાનમાં આપશે

રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી છે, ત્યારે સુરત મહાનગર પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં તૌકતે વાવઝોડામાં ધરાશાયી થઇ ગયેલા તમામ વૃક્ષોને વેચીને રૂપિયા ઉભા નહીં કરે, પરંતુ તેના બદલે સ્માશાનમાં તેના લાકડા આપી દેશે. સાથે જ પડી ગયેલા એક વૃક્ષની સામે ત્રણ છોડ વાવવાનો પણ નિર્ણય લીધો છે.

સુરતમાં તૌકતે વાવાઝોડાને કારણે 600થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જેમને હટાવવાની પ્રક્રિયા હાલ પણ ચાલી રહી છે. સુરત સહિત ગુજરાતભરમાં કોરોનાની બીજી લહેરમાં મોટા પ્રમાણમાં મૃત્યુ થવા લાગતા સ્મશાનોમાં લાકડાની અછત વર્તાઇ હતી. તેને ધ્યાનમાં લઇ સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લેતાં ધરાશાયી વૃક્ષનાં લાકડા વિવિધ સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું છે.

હાલમાં 300 વૃક્ષોમાંથી લગભગ 200 ટન લાકડું ભેગું થયું છે. આ સાથે જ ધરાશાયી થયેલા એક વૃક્ષની સામે ત્રણ વૃક્ષ ઉગાડવાનો પણ નિર્ણય પણ કરવામાં આવ્યો છે. તૌકતે વાવાઝોડાના લીધે સુરત શહેરમાં ધરાશાયી થયેલાં વૃક્ષો પૈકી 300 જેટલાં વૃક્ષના લાકડાનો ઉપયોગ વિવિધ સ્મશાન ઘાટ પર મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે કરવામાં આવશે.
ત્યારે મહત્વનું છે કે ,આ પહેલા જ્યારે કોરોનાનો પીક સમય હતો ત્યારે મોટી સંખ્યામાં થયેલા લોકોમાં મૃત્યુ સમયે કાળમાં પાલિકાએ અંદાજે 200 ટન લાકડું સ્મશાનગૃહમાં પહોંચાડયું હતું. કોરોનાની પીક હતી ત્યારે ગેસ અને લાકડાનો મોટાપાયે ઉપયોગ થયો હતો, એક સમયે તો સ્મશાન ગૃહોમાં લાકડા ખુટી પડયાની નોબત પણ આવી હતી. સામાન્ય રીતે સ્મશાનગૃહો આખા વર્ષના લાકડા સ્ટોર કરે છે, તેના પણ 40 થી 50 ટકા હિસ્સો વપરાયો હતો.

વાવાઝોડાની સ્થિતિમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. ધરાશાયી થયેલા વૃક્ષોની ડાળીઓ કાપી તેના થડને અલગ કરી ખુલ્લી જગ્યામાં રાખવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં મનપા દ્વારા મોટા પાયે ટ્રીપ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, વાવાઝોડામાં સૌથી વધુ રોડ સાઇટ પરના વૃક્ષ પડયા છે, જાણકારોનું કહેવું છે કે રોડ સાઇટ કે ડિવાઇડર હોય ત્યાં ઝાડના મૂળિયાને અનેક અડચણો આવતી હોય છે. રોડ, ફુટપાથ, આજુબાજુની દિવાલના કારણે મૂળિયા ઊંડે સુધી ઉતરતા નથી અને વાવાઝોડા વખતે પડી જાય છે.

સુરતમાં અડાજણ વિસ્તારમાં આવેલું ચોર આમળાનું ઐતિહાસિક વૃક્ષ આજે અચાનક બે ફાડચામાં વહેચાઈને ધરાશાયી થઇ ગયું હતું. ધાર્મિક શ્રદ્ધા સાથે જાડાયેલા વૃક્ષની તૂટી પડવાની ઘટનાથી તક-વિતર્ક વહેતા થયા હતા. એવું મનાય છે કે અડાજણ ગામમાં આ ‘ચોર આમળા’ તરીકે જાણીતું ગોરખ આંબળાનું વૃક્ષ 450 વર્ષ પહેલા ગુલામ તરીકે સુરત આવેલા આફ્રિકનો લઈ આવ્યા હતા અને અહીં રોપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.