/

સુરત: યુવતી તાબે ન થતા યુવકે એસિડ એટેકની ધમકી આપી, પરિવાર ભયના કારણે હિજરત કરવાની તૈયારીમાં

પરપ્રાંતીય પરિવારની યુવતીને રાહુલસિંહ નામનો યુવક માનસિક ત્રાસ આપતો હતો

Surat One Side love Story

સુરતમાં વનસાઈડ લવનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં યુવતી તાબે ના થતાં એક યુવકે ખુલ્લી તલવાર સાથે જાહેરમાં હોબાળો મચાવ્યો હતો અને યુવતી પર એસિડ એટેકથી હુમલો કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની યુવતીને છેલ્લા ઘણાં સમયથી તેમની નજીકના ફળિયામાં રહેતો રાહુલસિંહ નામનો યુવક છેડતી કરીને માનસિક ત્રાસ આપી રહ્યો હતો. જેથી આ અંગે યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી.

જયારે આજે આ વનસાઈડ રોમિયો તમામ હદો વટાવી દીધી હોય તેવું લાગી રહ્યું હતું. રોમિયોગિરી પર ઉતરી આવેલા રાહુલસિંગે ખુલ્લેઆમ ફળિયામાં તલવાર લહેરાવીને આતંક મચાવ્યો હતો.આટલું જ નહીં, રાહુલસિંહે યુવતી તાબે ના થાય તો એસિડ એટેકની ધમકી પણ આપી છે.

જો કે, ફળિયામાં તલવાર સાથે આતંક મચાવી રહેલા યુવકની ઘટના CCTV ફૂટેજમાં હાલ વાયરલ થઈ રહ્યા છે. જો કે, પોલીસે યુવતીની માતાની અરજીના આધારે CCTV ફૂટેજ ચકાસીને આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.