જાણો કલાર્કની નોકરી માટે મહિલાઓને ક્યાં કરાઈ નિર્વસ્ત્ર

સુરત મનપાની સ્મીમેર હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે. સુરત મનપાની મહિલા ટ્રેઈની ક્લાર્કના ટેસ્ટમાં વિવાદ સર્જાયો છે. સુરત મનપા દ્વારા હાલ ટ્રેઈની કર્મચારીઓને કાયમી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેના જ ભાગરૂપે મહિલા ટ્રેઈની કર્મચારીઓને મેડિકલ ટેસ્ટ માટે સ્મીમેર હોસ્પિટલ બોલવામાં આવી હતી. હોસ્પિટલ બોલાવી આ ટ્રેઈની કર્મચારીઓને આંચકો ત્યારે લાગ્યો કે જયારે કલાર્કની નોકરી માટે ફિંગર ટેસ્ટ માંથી પસાર થવું પડ્યું અને આ ટ્રેઇનીઓને આઘાત પણ લાગ્યો.

ઘટના કૈંક એવી બની કે આ મહિલાઓ કલાર્કની નોકરી માટે બોલાવાઇ અને ત્યાર બાદ મહિલાઓને એક પડદા પાછળ નિર્વસ્ત્ર કરી અને તેનો ટેસ્ટ આ સમાજને ન શોભે તેવો કરવામાં આવ્યો. અને સવાલો પણ સભ્ય સમાજને ન શોભે તેવા કરવામાં આવ્યા.

હદ્દ તો ત્યારે થઇ કે જયારે આ મહિલાઓને નિર્વસ્ત્ર કરી તેનો ફિંગર ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેને શારીરિક સબંધ અંગે અંગત સવાલો પુછાયા. અપરણિત મહિલાઓને તો એવું પૂછ્યું કે તમે ગર્ભવતી બન્યા છો કે નહિ ?

સમગ્ર મામલે હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગના વડા ડો.વચ્છરાજાણીએ કહ્યું કે ગાઇડલાઇન મુજબ તપાસ થઇ છે પણ સવાલ એ છે કે ગાઇડલાઇન મુજબ આવા સવાલો પૂછવાનો હક્ક કોણે આપ્યો ?

Leave a Reply

Your email address will not be published.