///

સુરતના વેવાઈ-વેવાણ અને વિવાદ પાછા ભાગ્યા ???

થોડા દિવસ પહેલા સુરતના વેવાઈ અને વેવાણ ઘરેથી ભાગી ગયા હતા અને અચાનક પોલીસ સમક્ષ હાજર થયા હતા વેવાઈ અને વેવાણ લગ્ન પહેલેથી એક બીજાને ઓળખતા હતા વેવાણની દીકરી સાથે વેવાઈના દીકરાના લગ્ન નક્કી થયા હતા વેવાઈ વેવાણના દીકરી દીકરાના લગ્ન થાય તે પહેલા તો વેવાઈ વેવાણ પ્રેમી પંખીડાની જેમ ઉડી ગયા હતા પોતાનાજ બાળકોના લગ્ન દરમિયાન વેવાઈ અને વેવાણ વચ્ચે પ્રેમ પ્રાંગણયો અને પ્રેમાંધ વેવાઈ વેવાણ ફરીથી આજે ભાગી ગયાની ચર્ચા છે વેવાઈ અને વેવાણ લગ્ન પહેલા યુવાનીકાળમાં એક જ સોસાયટીમાં રહેતા હતા અને પોતાનો પ્રેમ અતૂટ રહે તેમાટે એકબીજાના દીકરા દીકરીના લગ્ન સબંધ નક્કી કરી પોતાની પ્રેમલીલા આગળ ધપાવી હતી પરંતુ સગા સંબંધીઓમાં વેવાઈ વેવાણના પ્રેમની વાતો વાયુવેગે પ્રસરવા લાગતા વેવાઈ અને વેવાણ થોડા દિવસો સુધી પ્રેમલીલા મનાવી હતી અને બાદમાં વારાફરતી સુરતના પોલીસ સ્ટેશનમાં રજૂ થયા હતા અને મામલો થાળે પડી ગયો હતો પરંતુ વેવાઈ અને વેવાણ આજે ફરીથી રફુચક્કર બની જતા ફરીથી ચર્ચામાં આવ્યા છે કહેવાય છે કે પ્રેમ આંધળો છે તે કહેવતને આ વેવાઈ અને વેવાણે સાર્થક કરી બતાવી છે લગ્ન પહેલા પોતે એકનો થઇ શક્યા એટલે એકબીજાના દીકરા દીકરીનો વહેવાર કરી ફરીથી પ્રેમ પ્રાંગણયો હતો અને બાળકો ના લગ્ન પહેલાજ વેવાઈ-વેવાણ પલાયન થયા હતા.

Leave a Reply

Your email address will not be published.