//

સુરેન્દ્રનગરમાં ગુનેગારો બેફામ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 5ને ઝડપ્યા

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચે ગેરકાયદેસર હથિયાર નો જથ્થો પકડયો છે લખતરના વણાની સીમા રાજ્ય બહારથી ગેરકાયદેસર હથિયારો આવી રહ્યાની માહિતી બાતમી સુરેન્દ્રનગર LCB ની મળી હતી. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાંચે ચાર પિસ્તોલને 4 દેશી તમંચા પકડ્યા છે.ગેરકાયદેસર હથિયારો સાથે પાંચ આરોપીઓને પણ પકડ્યા છે ત્યારે એક લાખથી વધુનો મુદ્દામાલ એલસીબી પોલીસે જપ્ત કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાક સમયથી ફાયરિંગના બનાવોમાં વધારો થયો હતો અત્યારે લૂંટ ખૂન અપહરણ જેવા બનાવોનો વધારો થતા પોલીસ એલર્ટ બની હતી. એલસીબી પોલીસને બાતમી મળતા આંતરરાજ્ય ગેરકાયદેસર હથિયારોની સપ્લાય સુરેન્દ્રનગરમાં થતી હોવાની બાતમી મળી હતી. પરિવાર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હથિયારનો જથ્થો પકડાતા ચકચાર મચી છે. પોલીસને ગેકા હથિયારનો જપતો જથ્થો જપ્ત કરવામાં સફળતા મળી છે પણ હથિયારો સીમા પર કરી ઘુસી જાય છે તે એક સવાલ છે.

Leave a Reply

Your email address will not be published.