સમગ્ર સૌરાષ્ટ્ર ના અલગ અલગ વિસ્તારોમાં આયકર વિભાગ નો સર્વે બે દિવસ થી ચાલતો હતો બે દિવસ માં આયકર વિભાગને એડવાન્સ ટેક્સની થઇ આવક રાજકોટ આજે પણ વધુ ત્રણ જગ્યા પાર આયકર વિભાગ ની સર્વે ની કામગીરી ચાલી રહી છે
આયકર વિભાગ દ્રારા છેલ્લા ત્રણ દિવસ થી સૌરાષ્ટ્ર ના અલગ અલગ વિસ્તારો માં આયકર વિભાગની ટિમો દ્રારા સર્વેની કામગીરી ચાલતી હતી જેમાં અનેક મોટા માથા અને ઉદ્યોગપતિઓ ને ત્યાં સર્વે ચાલતું હતું જે આજે પૂર્ણ થયું છે જોકે રાજકોટ માં હજુ પણ ત્રણ સ્થળો એ સર્વે ની કામગીરી ચાલી રહી છે.
રાજકોટ શહેર અને જિલ્લા ની વૈભવી જિનિંગ,સ્પીનિંગ મિલ,માં સંચાલકો દ્રારા 5 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ભરવામાં આવ્યો હતો તેમજ વર્લ્ડ ગિફ્ટ દ્રારા 1 કરોડનો ટેક્સ ભરવા માં આવ્યો છે.
જોકે રાજકોટ માં આજે સરકારી કામ કરતા હિન્દુસ્તાન પ્રોજેક્ટ ,જે.ડી.કાલરીયા,અને મેક્સ બેવરેજીસમાં હાલ સર્વેની કામગીરી ચાલુ છે મોડી રાત સુધીમાં મોટા આંક બહાર આવે તેમ છે.