રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેનો વિરૂદ્ધ સપ્ટેમ્બર મહીનામાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે, સુશાંતની બહેનોએ સુશાંતને ખોટા પ્રિસ્ક્રિપ્શનના આધારે દવાઓ આપી હતી. એટલે જ એક્ટરને પેનિક એટેક આવ્યો હતો. હાલ મુંબઇ પોલીસે FIRની કોપી CBIને સોંપી હતી. તેવામાં સુશાંતની બહેનોને ડર સતાવતો હતો કે, હવે CBI તેમની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.
સુશાંતની બહેનોએ બોમ્બે હાઇકોર્ટમાં ગુહાર લગાવી હતી કે, આ કેસની સુનાવણી જલ્દી જ હાથ ધરવામાં આવે. સુશાંતની બહેનીના અનુસાર રિયાની FIRના આધારે CBI તેમની ધરપકડ કરી શકે છે. CBIની આ કાર્યવાહીથી બચવા માટે પ્રિયંકા અને મીતૂએ બોમ્બે હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે, જેમાં તેમને જલ્દીથી જલ્દી સુનાવણીની માંગ કરી છે.
બીજી તરફ રિયા ચક્રવર્તીએ પણ બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી છે કે, સુશાંતની બહેનોની FIR નકારી કાઢવાની અરજી રદ કરવામાં આવે.