////

સુશીલ મોદીનો આરોપ, લાલુ પ્રસાદ યાદવ NDA તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે…

બિહારમાં વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના સીનિયર નેતા અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીએ મોબાઇલ નંબર શેર કરતા રાંચીની જેલમાં સજા કાપી રહેલા રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પર આરોપ લગાવ્યો છે. જેમાં સુશીલ મોદીએ કહ્યું છે કે, લાલુ ફોન કરીને એનડીએના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, લાલુ એનડીએના ધારાસભ્યોને પ્રધાન બનાવવાની ઓફર આપી રહ્યા છે.

તો બીજી બાજુ સુશીલ મોદીના આ આરોપના જવાબમાં રાજદ પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ જણાવ્યું કે, સુશીલ મોદી લાલુ ફોબિયાથી પીડિત રહ્યા છે અને અવનવા નિવેદન આપતા રહે છે, નાયબ મુખ્યપ્રધાનના પદ પરથી હટાવવામાં આવ્યા છે, માટે ચર્ચામાં રહેવા માટે આ હથકંડો અપનાવી રહ્યા છે.

સુશીલ મોદીએ પોતાના ટ્વીટમાં મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ નંબરથી ધારાસભ્યોને ફોન આવ્યા છે, તેમણે દાવો કર્યો કે, આ નંબરની સત્યતાની પૃષ્ટિ કરવા માટે જ્યારે ફોન કરવામાં આવ્યો તો સીધા લાલુ પ્રસાદ યાદવે કોલ રિસીવ કર્યો હતો. લાલુ પ્રસાદ સાથે મે વાતચીત કરી અને તેમણે કહ્યું કે, આવી ખરાબ હરકત ના કરો. ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ ક્યાયથી પણ યોગ્ય નથી અને આ પ્રયાસમાં તમે સફળ નહી થાવ, તેમની મંશા ક્યારેય સફળ નથી થવાની.

નોંધનીય છે કે, બિહાર વિધાનસભા અધ્યક્ષ પદ માટે એનડીએ તરફથી વિજય સિન્હા, જ્યારે મહાગઠબંધન તરફથી અવધ બિહારી ચૌધરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.