/

પેરોલ જંપ કરી નાસી ગયેલો આરોપી વડોદરાથી ઝડપાયો

ભાવનગર જેલમાંથી ૨ મહિના પહેલા જેલમાંથી પેરોલ પર કાચાકામનો કેદી બહાર આવ્યો હતો. પરંતુ પેરોલનો સમય પત્યા બાદ પણ કેદી જેલમાં હાજર થયો નહતો. જેથી ભાવનગર પોેલીસે વોન્ટેડ આરોપીને પકડી પાડી જેલનાં હવાલે કરી દીધો હતો. ભાવનગરનાં નિલમબાગ પોલીસ મથકમાં અધેવાડામાં રહેતા ઇન્દ્વજીતસિંહ ઉર્ફે ઇનો વિક્રમસિંહ ગોહિલ કાચા કામના કેદી તરીકે ભાવનગર જેલમાં સજા ભોગી રહ્યો હતો. દરમિયાનમાં કેદીએ પેરોલ માટે અરજીઓ કરી હતી. જેને લઇને ૭ ડિસેમ્બરથી તેને ૧૦ ડિસેમ્બર સુધી જેલમાંથી પેરોલ પર બહાર આવવાની મંજુરી મળી ગઇ હતી. કેદીની ૧૦ ડિસેમ્બરે રજા પુરી થઇ હતી. જેથી જેલમાં હાજર થવાનું હતું. પરંતુ આરોપી જેલમાં હાજર થયો નહતો અને ભાગી ગયો હતો. જેથી ભાવનગર પોલીસે ભાગી ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ભાવનગર પોલીસને બાતમી મળી હતી કે આરોપી વડોદરામાં છે. જેથ વડોદરાથી ધરપકડ કરીને આરોપીને જેલ ભેગો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.