/

રાજકોટમાં કોરોનાનો શંકાસ્પદ દર્દી જ ગાયબ !

રાજકોટમાં શનિવારે સિવિલ હોસ્પિટલમાંથી વિદેશથી આવેલો એક નાગરિકને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તે દર્દી હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસ અને તબીબોએ તે શંકાસ્પદ દર્દીની શોધખોળ આદરી હતી. પરંતુ દર્દી મળયો નહતો. કાલાવડ રોડ પર રહેતો યુવાન આપાત-નિકાસના વેપારના કારણે બિઝનેસ ટુર માટે જર્મની અને યુરોપિયન દેશોમાં ગયો હતો. પરંતુ આ યુવક ભારત પરત ફર્યો હતેા. તેના બીજા દિવસે યુવકને ગળામાં દુખાવો હોવાની ફરિયાદ હતી. જેથી તપાસ માટે સિવિલ હોસ્પિટલ ગયો હતો. જેથી તેની પૂછપરછમાં તબિબોને તે વિદેશથી આવ્યો હોવાનું જાણ થઇ હતી. તેમજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તબીબોએ તેને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે.

તેવું કહેતાજ યુવક ગભરાઇને ભાગી ગયો હતો. જેથી તબીબો, પોલીસ અને આરોગ્ય વિભાગે તેની શોધખોળ કરી હતી. લગભગ ગઇકાલે કોરોના શંકાસ્પદ આ વ્યકિતને આરોગ્ય વિભાગે તેનું એડ્રેસ શોધીને ઝડપી પાડયો હતો. જેથી આરોગ્ય વિભાગના અધિકારીએ આ અંગે જણાવ્યુ હતુ કે, આ વ્યકિત સિવિલ હોસ્પિટલમાંથી ભાગ્યા બાદ અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવવા માટે ગયો હતો. અમે તે હોસ્પિટલમાં તેનું નામ અને દેખાવની વિગતા જણાવી ડોકટરે તપાસ કરાવવા આવેલો તે વ્યકિત આવ્યો હોવાનું જમાવ્યુ હતું. જેથી આરેગ્ય વિભાગ તે યુવકના ઘરે પહોંચી ત્યારે યુવકે સહકાર આપ્યો નહતો. પરંતુ ડોકટરોના સમજાવવાથી તે માની ગયો અને તેને સિવિલના આઇશોલેશન વોર્ડમાં ખસેડીને તેના સેમ્પલ ટેસ્ટ માટે મોકલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published.