///

મુંબઇમાં આતંકી હુમલાની આશંકા, શહેરમાં કલમ 144 લાગૂ

ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં ફરી એક વાર મોટો આતંકી હુમલો થઇ શકે છે. હુમલાની આશંકાના ઇનપુટ ગુપ્તચર વિભાગે મુંબઇ સરકારને આપ્યા છે. ગુપ્તચર વિભાગના પત્ર બાદ મુંબઇમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. શહેર ભરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મુંબઇ પોલીસે એક આદેશ રજૂ કર્યો છે. આદેશમાં જણાવ્યું છે કે આતંકવાદી અને રાષ્ટ્રદ્રોહી લોકો ડ્રોન, રિમોટથી ચાલતા માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, એરિયલ મિસાઇલ, પેરા ગ્લાઇડર દ્વારા હુમલો કરી શકે છે. આતંકીઓનો ટાર્ગેટ VVIP કે ભીડવાળી જગ્યા હોઇ શકે છે. કાયદો વ્યવસ્થા બગડવાની સાથે જ સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચી શકે છે.

ગુપ્તચર વિભાગના પત્ર બાદ મુંબઇમાં એલર્ટ જાહેર કરાયું છે. પત્રમાં કહ્યું છે કે ઇનપુટને ધ્યાનમાં રાખતા કોઇપણ ફ્લાઇંગ ઓબ્જેકટને ઉડાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. શહેરમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. આદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આવનારા 30 દિવસ સુધી આ આદેશ લાગૂ રહેશે.

બીજી તરફ મુંબઇ પોલીસના DCP ચૈતન્ય એ લોકોને અપીલ કરતા કહ્યું છે કે લોકોએ આતંકી હુમલાના આદેશને લઇ ગભરાવાની જરૂર નથી. ડરશો નહીં બસ એલર્ટ રહો.

Leave a Reply

Your email address will not be published.