///

TMCથી અસંતુષ્ટ સાંસદ અને સુવેન્દુ અધિકારીના પિતા શિશિર અધિકારી ભાજપમાં જોડાયા

તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના અસંતુષ્ટ સાંસદ શિશિર અધિકારી ઘણા સપ્તાહથી ચાલતી અટકળોને વિરામ આપતા રવિવારે ભાજપમાં સામેલ થઈ ગયા છે. અમિત શાહની રેલીમાં શિશિર અધિકારીએ ભારત માતાની જય અને જય શ્રી રામના નારા લગાવતા ભાજપના થઈ ગયા છે. આ પહેલા તેમના બન્ને પુત્રો સુવેન્દુ અને સૌમેન્દુ ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે.

આ તકે શિશિરે કહ્યુ કે, તેમણે તૃણમૂલમાં જગ્યા બનાવવા માટે કઠિન પરિશ્રમ કર્યો, પરંતુ તેમને અને તેમના પુત્રોની સાથે જેવો વ્યવહાર કરવામાં આવ્યો તેથી પાર્ટી બદલવા માટે મજબૂર થવું પડ્યું છે.

શિશિર અધિકારીએ કહ્યું, (તૃણમૂલથી) જે પ્રકારે અમારા પરિવારને નિકાળવામાં આવ્યો તે હંમેશા ઈતિહાસમાં નોંધાયેલું રહેશે. અમે બંગાળમાં રાજકીય હુમલા અને અત્યાચાર વિરુદ્ધ ઉભા રહીશું. અમે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સાથે કામ કરીશું.

શિશિરે કહ્યું કે, તેઓ મિદનાપુરથી સન્માન બચાવવા માટે મમતા બેનર્જીની પાર્ટીને આકરી ટક્કર આપશે. તેમણે પાર્ટી છોડવા માટે મજબૂર થવું પડ્યુ, કારણ કે સત્તાધારી પાર્ટીના નેતાઓએ તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ છોડ્યા નહીં.

આ નિવેદન પહેલા પણ શિશિર અધિકારી ટીએમસી પર પોતાનું અપમાન કરવાનો આરોપ લગાવી ચુક્યા છે. તેમણે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યુ કે, તેમણે (ટીએમસી નેતાઓઓએ) મને ભાજપમાં સામેલ થવા માટે મજબૂર કર્યો. તેમણે જે કરવાનું છે તે કરે અને હું જે કરી શકુ, તે કરીશ.

અધિકારી પરિવારનો બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં સારો રાજકીય દબદબો છે. શિશિર અધિકારીએ દાવો કર્યો કે સુવેન્દુ અધિકારી નંદીગ્રામ સીટ પર મોટા અંતરથી જીત મેળવશે. તો ભાજપના સૂત્રોએ જણાવ્યુ કે, શિશિરના અન્ય એક પુત્ર દિબ્યેંદુ પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. દિબ્યેંદુ અધિકારી તામલુકથી ટીએમસી સાંસદ છે.

Leave a Reply

Your email address will not be published.