////

પૂર્વ પ્રધાન સુવેન્દુ અધિકારીએ રાજીનામું આપ્યા બાદ રાજ્યપાલને લખ્યો પત્ર, કહ્યું…

ગઇકાલે બુધવારે ધારાસભ્ય પદે પરથી રાજીનામું આપ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર નેતા સુવેન્દુ અધિકારીને ડર લાગી રહ્યો છે કે મમતા સરકાર હવે બદલો લઇ શકે છે. સુવેન્દુ અધિકારીએ રાજીનામા બાદ કહ્યું કે તેમણે ડર છે કે તેમનું રાજકીય વલણ બદલ્યા બાદ હવે પશ્ચિમ બંગાળ પોલીસ તેમણે ખોટા કેસમાં ફસાવી શકે છે. અધિકારીએ આ મામલે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકરને પત્ર લખી મદદ માગી છે.

રાજ્યપાલ જગદીપ ધનકરે આ પત્ર ટ્વિટ કર્યો છે. આ પત્રના જવાબમાં રાજ્યપાલે તેમણે સહયોગ કરવાનું આશ્વાસન આપ્યુ છે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા રાજ્યના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે 2019માં એક હત્યાના કેસમાં ટીએમસી છોડી ભાજપનો હાથ પકડનારા બંગાળના નેતા મુકુલ રોય પર પણ કેસ દાખલ કર્યો હતો, તેમની પર ભારતીય દંડ સંહિતાની કલમ 302 અને 120 બી હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે પૂર્વી મેદિનીપુર જિલ્લામાં નંદીગ્રામના ધારાસભ્ય સુવેન્દુ અધિકારીએ ગત મહિને રાજ્યના પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યુ હતું અને તે છેલ્લા કેટલાક સમયથી પાર્ટી નેતૃત્વથી અંતર રાખતા હતાં. તે બુધવાર સાંજે રાજ્ય વિધાનસભા આવ્યા હતા અને વિધાનસભા સચિવને પોતાનું રાજીનામું સોપ્યુ હતું.

સુવેન્દુ અધિકારીએ 2009માં નંદીગ્રામમાં ડાબેરી મોર્ચાની સરકાર વિરૂદ્ધ ભૂમિ અધિગ્રહણ વિરોધી આંદોલનમાં મમતા બેનરજીની મદદ કરી હતી અને તે બાદ તૃણમૂલ કોંગ્રેસ 2011માં સત્તામાં આવી હતી. સુવેન્દુ અધિકારી આગામી કેટલાક દિવસમાં ભાજપમાં જોડાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.