સ્વામિનારાયણ સંપ્રદાય અવાર-નવાર વિવાદોમાં ઘેરાયેલા હોય છે. સ્વામિનારાયણના સંતો પણ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધુ એક વિવાદથી મહિલાઓ પણ આવા કઠોળ વહેણથી ઉગ્ર બની છે. ભુજ સહજાનંદ કોલેજ વિવાદ મામલે સ્વામિનારાયણના સાધુનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સાધુએ મહિલાઓની માસિક ધર્મને લઇને ભારે ટિપ્પણી કરી છે અને મહિલાઓને કડવા વહેણ બોલ્યા છે. આ સાધુના આવા વિવાદાસ્પદ નિવેદનથી મહિલા આગેવાનો રણમેદાનમાં ઉતરીને રણચંડી બનશે એવા એંધાણો નજરે ચઢી રહી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કૃષ્ણસ્વરૂપદાસએ સતંસગ સભામાં જાહેરમાં એવુ જણાવ્યુ હતુ કે, માસિક મહિલાઓના હાથનાં ઘડેલા રોટલા ખાશો તો આવતા ભવમાં બળદ અને કૂતરાનો અવતાર આવશે. કૃષ્ણસ્વરૂપદાસ સાધુએ વિવાદાસ્પદ નિવેદન આપતાં મહિલાઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
સ્વામિનારાયણ સાધુ કૃષ્ણસ્વરૂપદાસના આ નિવેદનથી પાટીદાર નેતા રેશમાં પટેલ ખુલ્લા મેદાનમાં આવી ગયા છે અને રોષ ઠાલવતા નિવેદન આપી જણાવ્યુ છે કે, સ્ત્રી જ માતા બની શકે છે અને સ્ત્રી દેવીનું સ્વરૂપ છે. દેવીઓની ૩૬૫ દિવસ પૂજા થાય છે જેથી આવા વિવાદીત સાધુના નિવેદનથી સમાજનાં રીત-રિવાજોથી બહાર આવવુ જોઈએ. રેશમાં પટેલે કૃષ્ણસ્વરૂપદાસની ઝાટકણી કાઢતા રેશમાં પટેલે જણાવ્યુ હતુ કે, સમાજનાં સાધુ-સંતો જ માતાની આવી મજાક ઉડાવીને અપમાનિત કરે છે તેને કયારેય સાથી ન લેવાય. ધર્મની આડમાં કુરિવાજોને ખત્મ કરવા જોઇએ. સામાજીક અને ધાર્મિક પ્રયાસ થવો જોઇએ. જો વિવાદીત કૃષ્ણસ્વરૂપદાસ પોતાના શબ્દો પાછા નહીં ખેંચે તો જગતજનની મહિલાઓ રણમેદાનમાં ઉતરશે અને સાધુની કામલીલાનો પર્દાફાશ કરવામાં કંઇ બાકી નહીં રાખે.
કુદરતે જે નિયમ બનાવયા છે તેમાં કોઇ બાવા-સાધુ કે કોઇ સંપ્રદાય ફેરફાર કરીજ ન શકે ત્યારે આવા ભગવાધારી કૃષ્ણસ્વરૂપદાસના નિવેદનથી મહિલાઓને અપમાનિત કરીને મહિલા સમાજનું અપમાન કર્યુ છે. જે મુદ્દે જરૂર પડે તો મહિલાઓને સાથે લઇને મેદાનમાં ઉતરવુ પડશે ત્યારે મેદાને ઉતરીશું અને આવા ઢોંગી સાધુઓને ખુલ્લા પાડીશું. ભુજ સ્વામિનારાયણ મંદિરનાં કૃષ્ણસ્વરૂપદાસ સાધુના નિવેદનથી મહિલઓમાં ખાસો રોષ જાણવા મળયો છે.