///

Video : ક્રિકેટમાં સૌથી અનોખી ઘટના, બેટ્સમેન શોટ મારતાની સાથે જ…

ભારતમાં હાલ IPL ચાલુ છે, પરંતુ તેની આ વચ્ચે પણ શ્રીલંકામાં બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પલ્લેકેલેમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં એક અનોખી ઘટના જોવા મળી હતી.

આ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના પહેલી બેટિંગ દરમિયાન બાંગ્લાદેશી બેટ્સમેન તૈજુલ ઈસ્લામ અજીબ રીતે હિટ વિકેટ આઉટ થયો હતો. તૈજુલ ઈસ્લામનો આ હિટ વિકેટનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

બાંગ્લાદેશી બેટ્સમેન તૈજુલ ઈસ્લામ શ્રીલંકન બોલર લકમલના શોર્ટ બોલ પર બેકફૂટ પર જઈને ડિફેન્સ કરવાની કોશિશ કરવા ગયો હતો. તે દરમિયાન તેનું બુટ સ્ટમ્પ પર લાગ્યું અને તે હિટ વિકેટ આઉટ થયો હતો.

ક્રિકેટ ઈતિહાસમાં આ ઘટના સૌથી અનોખી ઘટના છે. બેટ્સમેનને ખબર જ ન પડી કે તેની સાથે શું થયું. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો પણ મજા લઈ રહ્યા છે. જણાવી દઇએ કે શ્રીલંકાએ પહેલા દાવમાં 242 રનની લીડ લીધા બાદ બીજો દાવ 9 વિકેટ પર 194 રન બનાવીને ડિક્લેર કર્યો હતો. બાંગ્લાદેશે પહેલા દાવમાં 251 રન કર્યા હતા. બાંગ્લાદેશના પહેલા દાવમાં ઓપનર તમીમ ઈકબાલે સૌથી વધુ 92 રન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.