///

સી પ્લેને આ બે દિવસ માટે લીધો આરામ, બુકિંગ કરતા પહેલા જાણી લો..

દેશમાં સી પ્લેન શરૂ થયાના બીજા દિવસે બુકિંગ ફૂલ થઈ ગયું હતુ. પરંતુ બીજા દિવસે પેસેન્જર ન મળતા રિવરફ્રન્ટથી બીજો ફેરો કેન્સલ કરવો પડ્યો હતો. આ વચ્ચે રિવરફ્રન્ટથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આગામી બે દિવસમાં સી પ્લેન ઉડાન નહિ ભરે. તારીખ 4 અને 5 નવેમ્બરના રોજ સી પ્લેનની એક પણ ફ્લાઇટ ઉડશે નહિ. સી પ્લેનમાં સમારકામ કરવાનું હોવાથી આ ફ્લાઈટ ઉડાન નહિ ભરે. જોકે 6 નવેમ્બરથી રાબેતા મુજબ ફ્લાઇટ ઉડાન ભરશે.

સી પ્લેન પ્રોજેક્ટ લોકાર્પણ થયા બાદ પ્રવાસીઓ પણ તેનો લાભ લઇ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદથી ઉડાન ભરનારી સી પ્લેનની બે ફ્લાઇટ મુસાફરોથી ફૂલ થઈ ગઈ હતી. અમદાવાદથી બપોરે 11 વાગે અને 2 વાગે એમ બે ફ્લાઇટ ઉડાન ભરશે અને કેવડિયાથી છેલ્લી ફ્લાઇટ 4.30 વાગે અમદાવાદ આવવા નીકળશે. જોકે, મુસાફરોને હાલ બીજી તકલીફ ઓનલાઈન ટિકિટ બુકિંગમાં પડી રહી છે. જેમાં ઓનલાઈન ટિકિટ ઉપલબ્ધ ન હોવાથી મુસાફરોને વોટર એરોડ્રામ પર આવી ટિકિટ વિન્ડોથી સી પ્લેન માટે ટિકિટ લેવી પડી રહી છે. હાલ સીપ્લેનની ટિકીટ માટે ઓફલાઈન બુકિંગ કાઉન્ટર બંધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બુકિંગ કાઉન્ટર બંધ થઈ જતા મુસાફરોને એરોડ્રામ સુધી આવવાની ફરજ પડે છે. આ અંગે કેટલાક મુસાફરોનું કહેવુ છે કે, તેઓને કાઉન્ટર પર ટિકિટ પણ મળતી નથી. એવામાં મુસાફરોને કોઈ સ્પષ્ટતા ન થતા તેઓ અટવાયા છે.

Leave a Reply

Your email address will not be published.