
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે સ્કૂલ,કોલેજ શાળા અને સિનેમા ઘરો અને ધાર્મિક મેળાવડા પર પ્રતિબંદ લગાવેલ છે ત્યારે માસ્ક અને સેનિટાઇઝરના ઉત્પાદકો દ્રારા ખુલ્લે આમ લૂંટ ચલાવવામાં આવી રહી હોવાથી કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી એ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણીને એક પાત્ર પાઠવી ઉત્પાદકો અને વેચાણ કરનાર સામે કારયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે એક તરફ લોકો ચાયનાના કોરોના વાયરસના ભયમાં જીવી રહ્યા છે ત્યારે માસ્ક અને સેનિટાઈરના ઉત્પાદકો બેફામ બનીને લોકોને લૂંટે છે તેમની સામે કડક કાર્યવાહી કરવા અને પગલાં લેવાની માંગ કરી છે.