////

Netflix પર આ બે દિવસ ફ્રીમાં ફિલ્મ અને સિરીઝ જોવાનો ઉઠાવો લાભ

દેશમાં નેટફ્લિક્સ બે દિવસનું સ્ટ્રીમ ફેસ્ટ હોસ્ટ કરવા જઇ રહ્યું છે. જેમાં 5 અને 6 ડિસેમ્બરે ઓડિયન્સ નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર પોતાની પસંદગીનું કંટેન્ટ જેમ કે, વેબ શો, મૂવીઝ ફ્રીમાં જોઇ શકશે. તો મહત્વની વાત તો એ છે કે, આ સુવિધા તે દર્શકો માટે પણ ઉપલબ્ધ રહેશે, જે આ પ્લેટફોર્મના સબ્સક્રાઇબર નથી. આવું કરવાનોનો ઉદ્દેશ્ય દર્શકોને નેટફ્લિક્સ પ્લેટફોર્મ સાથે જોડવાનો છે.

નેટફ્લિક્સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ મોનિકા શેરગિલે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, ભારતમાં બે દિવસ સુધી બ્લોકબસ્ટર મૂવીઝ, મોટી સીરિઝ, એવોર્ડ વિનિંગ ડોક્યુમેન્ટ્રી અને એન્ટરટેઇનિંગ રિયાલિટી શો કોઇ પણ જોઇ શકે છે. તેમના જણાવ્યા અનુસાર, પ્લેટફોર્મનું પ્રીમિયમ કંટેન્ટ પણ આ બે દિવસ સુધી બિલકુલ મફત રહેશે.

તેમણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, નેટફ્લિક્સ દ્વારા અમે ઇન્ડિયાના એન્ટરટેઇનમેન્ટ લવર્સ માટે વિશ્વભરમાંથી વધુમાં વધુ અનોખી વાર્તાઓ લાવવા ઈચ્છીએ છીએ, માટે અમે સ્ટ્રીમ ફેસ્ટ હોસ્ટ કરી રહ્યા છીએ. 5 ડિસેમ્બરની રાત્રે 12.01 વાગ્યાથી 6 ડિસેમ્બરની રાત્રે 11.59 સુધી નેટફ્લિક્સ મફત છે.

આ ઉપરાંત જે લોકો નેટફ્લિક્સના સબ્સક્રાઇબર નથી, તે પોતાના ઇમેલ આઇડી અથવા મોબાઇલ નંબર દ્વારા સાઇન અપ કરી શકે છે, તેની માટે કોઇ પણ રીતના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની ડિટેલ આપવાની જરૂર નહી પડે. જોકે, તહેવારો દરમિયાન સાઇન અપ કરનારા લોકો માત્ર સ્ટાન્ડર્ડ ડેફિનેશન એટલે કે એસડીમાં જ કંટેન્ટ જોઇ શકશે. આ સિવાય નેટફ્લિક્સ ફ્રીમાં જોનારા દર્શકોની સંખ્યા લિમિટેડ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.