///

3 ડિસેમ્બરના રોજ ખેડૂતો સાથે વાત કરવામાં આવશે : કૃષિપ્રધાન તોમર

કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર દ્વારા ખેડૂતોને આંદોલન ન કરવાની અપીલ કરવામાં આવી છે. આ અંગે તેમણે કહ્યું કે, હું મારા ખેડૂતભાઇઓને અપીલ કરવા માંગું છું કે, તે આંદોલન ન કરે. અમે દરેક મુદ્દે વાત કરવા અને મતભેદોને ઉકેલવા માટે તૈયાર છું. મને વિશ્વાસ છે કે, અમારા સંવાદનું સકારાત્મક પરિણામ હશે.

આ દરમિયાન પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહએ ટ્વીટ કરીને હરિયાણાની ખટ્ટર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે પંજાબમાં ખેડૂતો સમસ્યા વિના શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. હરિયાના સરકાર બળના સહારાને લઇને તેમણે કેમ ઉશ્કેરી રહ્યા છે? શું ખેડૂતોને સાર્વજનિક રાજમાર્ગથી શાંતિપૂર્વક પસાર થવાનો અધિકાર નથી?

કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા કૃષિ કાયદાઓને લઇને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ખેડૂતો પ્રદર્શન કરતાં સતત દિલ્હી તરફથી વધી રહ્યા છે. આ બાબત કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહે કહ્યું કે, ત્રણ ડિસેમ્બરના રોજ ખેડૂતો સાથે વાત કરવામાં આવશે. સાથે જ નવા કૃષિ કાયદો સમયની જરૂર છે. અમે પંજાબમાં સચિવ સ્તર પર ખેડૂત ભાઇઓની ખોટી ધારણાને દૂર કરવાને લઇને વાત કરી છે.

નોંધનીય છે કે, પંજાબથી નિકળેલા ખેડૂતોએ શંબૂ બોર્ડર પર લંગર ખાધું, તેમને આશા છે કે, રાત્રે લંગર દિલ્હીમાં તૈયાર કરશે. આ અંગે ખેડૂતોએ કહ્યું કે, તમામ રાજકીય પાર્ટીઓ એક જેવી છે. કોઇ ખેડૂતો વચ્ચે ન પડ્યું ફક્ત નિવેદનબાજી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.