////

આ રાજ્યમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું

દેશમાં કોરોનાના કહેરમાં હવે ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે દેશના કેટલાક ભાગોમાં હજુ પણ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે તમિલનાડુ સરકારે કોરોનાના કેસમાં વધારો થતા મહત્વનો નિર્ણય કર્યો છે. તમિલનાડુમાં 31 મે સુધી સંપૂર્ણ લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.

તમિલનાડુ સરકાર પ્રમાણે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને અધિકારીઓ સાથે કોરોના વાયરસની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ એક અઠવાડિયાનું પૂર્ણ લૉકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ લૉકડાઉન 24 તારીખથી શરૂ થશે, જેમાં કોઇ પણ પ્રકારની છૂટ લોકોને આપવામાં નહી આવે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યુ છે કે, ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા કર્મચારી કામ પર જઇ શકશે, જેથી કોરોનાના દર્દીઓની મદદ કરી શકાય.

મહત્વપૂર્ણ છે કે, તમિલનાડુ દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ચોથુ રાજ્ય છે. જ્યા અત્યાર સુધી 17,70,988 કેસ સામે આવી ચુક્યા છે. આ સાથે જ રાજ્યમાં 19,598 લોકોના મોત થયા છે જ્યારે 14,76,761 દર્દી સ્વસ્થ થઇ ચુક્યા છે. એવામાં એક્ટિવ કેસની સંખ્યા હવે 2,74,629 છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાને રોકવા માટે ઝડપથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે, જેની હેઠળ અત્યાર સુધી 72 લાખ ડોઝ આપવામાં આવી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published.