///

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના રાઈટરની આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યું કારણ

લોકપ્રિય કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના રાઇટર અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી છે. જેમાં અભિષેકે પોતાની સુસાઇડ નોટમાં આત્મહત્યા કરવાનું કારણ આર્થિક તંગી જણાવી હતી. ત્યારે તેના પરિવારનું કહેવુ છે કે, અભિષેક બ્લેકમેલ અને સાઇબર ક્રાઇમનો શિકાર બન્યો હતો.

અભિષેકના પરિવારનું કહેવું છે કે, અભિષેકના નિધન થયા બાદ તેને ફ્રોડ લોકોના કોલ આવી રહ્યા છે. તે લોકો કોલ કરીને પૈસા પણ માંગી રહ્યા છે, અભિષેકે લોન લેતા સમયે પોતાના પરિવારને ગેરંટીકર્તા બનાવ્યા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે 27 નવેમ્બરે અભિષેકે પોતાના ઘરમાં ફાંસી લગાવી હતી. પોલીસે આકસ્મિક મોતનો કેસ દાખલ કર્યો છે. અભિષેકના ભાઇ જેનિસનું કહેવું છે કે, તેમણે કેટલાક ઇ-મેલ વાંચ્યા છે જે બાદ તેમને ખબર પડી કે અભિષેક કોઇ ફાઇનાન્શિયલ જાળમાં ફસાયો હતો. જેનિસે જણાવ્યુ કે, હવે તે લોકો વારંવાર કોલ કરી રહ્યા છે અને ખોટી વાતો બોલી રહ્યા છે જ્યારે તેમણે અભિષેકના નિધનની વાત ખબર પડી છે. એક નંબર બાંગ્લાદેશનો છે, એક મ્યાનમાર અને બાકીના ભારતના અલગ-અલગ રાજ્યના છે.

જેનિસે વધુમાં કહ્યું કે, ઇ-મેલના રેકોર્ડને જોયા બાદ ખબર પડી કે, પહેલા મારા ભાઇએ એક એપ દ્વારા નાની લોન લીધી જે ઘણા વધુ હાઇ રેટનો ઇન્ટરેસ્ટ લઇ રહ્યો હતો, પછી મે તેમનું અને ભાઇનું ટ્રાન્જેક્શન જોયુ હતું. ત્યારબાદ તેણે ભાઈના મોબાઈલના મેસેજ ચેક કર્યા તો એક મેસેજમાં ધમકી આપવામાં આવી હતી કે, જો તે લોન ચૂકવશે નહીં તો આ માહિતી તેના મિત્રોમાં શૅર કરી દેવામાં આવશે. જેનિસે વધુમાં ઉમેર્યું હતું કે, અભિષેકના મિત્રોને પણ આ જ પ્રકારના ફોન આવતા હતા, આથી તેણે આ મેસેજ દરેક ફ્રેન્ડ્સને મોકલ્યા, જેથી તેઓ સાઈબર ફ્રોડનો ભોગ ના બને.

તો બીજી બાજુ ફ્રોડ અંગે પોલીસે કહ્યું હતું કે, પરિવારે નંબર શૅર કર્યા છે અને તેમણે બેંક ટ્રાન્ઝેક્શન પણ જોયા છે. હાલની તપાસ પ્રમાણે ફ્રોડ કરવામાં આવ્યું હોવાના પુરાવા મળ્યા નથી. આ ઉપરાંત કંપનીએ કોઈ હેરાનગતિ કરી હોય તેવા પુરાવા મળ્યા નથી. હજુ આ અંગે તપાસ ચાલી રહી છે. તપાસમાં કંપની વિરુદ્ધ કંઈ પણ મળશે તો તેઓ જરૂરી કાર્યવાહી હાથ ધરશે.

નોંધનીય છે કે, 27 નવેમ્બરે કાંદિવલી એપાર્ટમેન્ટમાં અભિષેકના ફાંસી લગાવી આત્મહત્યા કર્યા બાદ ચારકોપ પોલીસે આકસ્મિક મોતનો કેસ દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.