///

રાજસ્થાનમાં સ્કૂલે જતી શિક્ષીકા પર 11 kv વિજળીનો તાર પડતા મોત

રાજસ્થાનમાં આવેલા બાંસવાડામાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં સ્કૂટી પર સ્કૂલમાં જતી એક શિક્ષિકા પર 11 KV વિજળીનો તાર પડતા તેનું જીવતા સળગી જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યં હતું.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના બાંસવાડાના બાગીદોરાની શિક્ષિકા પીમલ પાટીદાર 10 વાગ્યે સ્કૂટી પર નોગામા નદી પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન તેની ઉપરથી લાઇનનો એક તાર તૂટીને નીચે પડ્યો હતો. આ દૂર્ઘટના સમય દરમિયાન વરસાદ પડી રહ્યો હતો.

આ ઘટના બાજ રસ્તા પર કરંટ ફેલાવાના ડરથી બચવા માટે કોઇ વ્યક્તિ નજીક આવી શક્યો નહતો. ત્યાર બાદ લોકોએ વિજળી કાર્યાલયમાં ફોન કરી વિજળીની સપ્લાય બંધ કરાવી હતી અને પોલીસને આ અંગે જાણ કરી હતી.

આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને શિક્ષિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ કર્યા બાદ મૃતદેહને તેના પરિવારજનોને સોપી દેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.