///

IND vs AUS : એડિલેડ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને તેમની ટીમ ગુરૂવારથી એડિલેડમાં શરૂ થનારી પહેલી ડે-નાઇટ ટેસ્ટ ઓસ્ટ્રેલિયામાં પિંક બોલ સાથે રમશે. જેના માટે ભારતીય ક્રિકેટ ટીમે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે, જ્યારે મેજબાન ટીમના અનેક ખેલાડીઓ ઈજાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એડિલેડ ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં પૃથ્વી શૉ અને ઋદ્ધિમાન સાહાને સ્થાન મળ્યું છે.

આ મેચમાં જોશ હેજલવુડ વિરુદ્ધ મોહમ્મદ શમીનો મુકાબલો પણ ઘણો રોમાંચક હશે જ્યારે પેટ કમિન્સના બાઉન્સરનો જવાબ જસપ્રીત બુમરાહ પોતાના યોર્કરથી આપવા માંગશે. ઈશાંત શર્મા જેવો અનુભવી ફાસ્ટ બોલર ભારતીય સામેલ નથી તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની લાઇન-અપને પોતાના સ્ટાર ડેવિડ વોર્નરની ખોટ વર્તાશે, જેનાથી બંને ટીમો મજબૂતીના હિસાબથી બરાબરી પર જ દેખાય છે.

જોકે, ઓસ્ટ્રેલિયાની ટીમને વધુ ડે-નાઇટ ટેસ્ટ રમવાનો અનુભવ છે અને તેને સ્થાનિક પરિસ્થિતિઓનો ફાયદો ચોક્કસ મળશે. ડે નાઇટ ટેસ્ટ મેચની પોતાની ખાસિયત હોય છે, જેમાં બેટ્સમેનોને પહેલા સત્રમાં હાવી થવાની આશા હોય છે જ્યારે સૂરજ છુપાઈ જાય છે તો બોલરોનો પક્ષ ભારે થઈ જાય છે. કારણ કે ગુલાબી કૂકાબૂરાની સ્પીડ તેજ થઈ જાય છે.

ટીમ ઈન્ડિયા પ્લેઇંગ ઇલેવન: વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, ઋદ્ધિમાન સાહા (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.

Leave a Reply

Your email address will not be published.