
અમરેલી જિલ્લા ના સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અચાનક આક્ર્મક થયા છે ભાજપમાં જોડાવાની વાતને લઇને પ્રતાપ દુધાતે ભાજપ પર આક્રોશ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે મેં કોઈ વિડીયો વાયરલ કર્યો નથી આજ સુધી મારે પાસે કોઈ આવેલ નથી મને ભાજપ વાળા સારીરીતે ઓળખે છે અને મરાઠી દૂર રહે છે કોંગ્રેસ માં જ છું કોંગ્રેસ સાથે વફાદારીથી કામ કરીએ છે કેટલાક વિઘ્નસંતોસીઓએ અમારા વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કાર્ય છે તેવી વાત અમારા ધ્યાને પણ આવી છે અમો ને ડાયરેક્ટ કોઈ ઓફર નથી થઇ પંરતુ એજન્ટો મારફત વાતો કરે છે તેવું અમારા ધ્યાને આવ્યું છે સામાજિક બાબતોની લોભામણી વાતો કરી કરીને ભરમાવવા નો પ્રયાસ કરે છે.
પરંતુ અમે અમારી વફાદરીને નેવે નથી મુકવાના અમે તો કહી છે કે વિધાનસભ સ્તર દરમિયાન મીડિયાને પણ અંદર આવવા દેવા જોઈ એ અને ભાજપ અને કોંગ્રેસ ગ્રહ માં શું કરે છે તે સત્ય લોકોને બતાવવા દેવું જોઈએ ગુજરાત ક્યારેય કોઈ ગદ્દારને છોડતું નથી ગુજરાતની પ્રજા જાણે છે ભાજપ દ્રારા ધારાસભ્યો ને તોડવા નો પ્રયાસ કરે છે તે વિચાર કરે જનતાનો દરબાર છે જાણતા ક્યારેય નહીં સ્વીકારે મને કોઈ ડાયરેક્ટ ઓફર નથી થઇ પરંતુ આડકતરી વાતો કરે છે તેવું મારા જાણ માં આવ્યું છે.