///

દિલ્હી-લખનઉ તથા અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેન થશે બંધ

દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ બંધ થવા જઈ રહી છે. ત્યારે રેલવેના ખાનગીકરણને મોટા ફટકાનો સામનો કરવો પડશે. પેસેન્જરના મળવાના કારણે દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનોને અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવી છે.

તેજસ એક્સપ્રેસ ટ્રેનને ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી હતી. ત્યારે તેજસ ટ્રેનના બંધ થવાને રેલવેના ખાનગીકરણને મોટા ફટકા તરીકે જોવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર નવી દિલ્હીથી લખનઉ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનની સેવા આગામી 23 નવેમ્બરથી, જ્યારે અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલતી તેજસ ટ્રેનની સેવા આગામી 24 નવેમ્બરથી બંધ થઈ જશે. આ બન્ને રૂટો પર દોડતી રેલવેની અન્ય ટ્રેનોમાં મુસાફરોની સંખ્યાની સમીક્ષા કર્યા બાદ IRCTC તેજસને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

દેશમાં કોરોના મહામારીનું સંક્રમણ ફેલાયા બાદ 19 માર્ચથી આ બન્ને રૂટો પર તેજસ ટ્રેનની સેવા રોકી દેવામાં આવી હતી. ત્યારે દિવાળીના દિવસો દરમિયાન પણ તેજસ એક્સપ્રેસમાં સીટો ખાલી જ રહી હતી. વધારે ભાડુ હોવાના કારણે લોકો ટ્રેનની જગ્યાએ ફ્લાઈટમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા તેજસ શરૂ કરવા માટે મંજૂરી આપવાને લઈને પણ વિવાદ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.