/

નીતિશ કુમારની શપથવિધિમાં તેજસ્વી યાદવ નહી જાય, RJDનું બોયકોટ

બિહારના મુખ્યપ્રધાન તરીકે નીતિશ કુમાર સાતમી વખત શપથ લેશે. નીતિશ કુમારના શપથ વિધિ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ભાગ લેશે. બીજી તરફ વિપક્ષ નેતા તેજસ્વી યાદવ નીતિશ કુમારની શપથ વિધિમાં ભાગ નહી લે.

બિહારમાં મુખ્યપ્રધાન નીતિશ કુમારની સાથે બે ડેપ્યુટી સીએમ હશે. ભાજપના વિધાનમંડળના નેતા ચૂંટાયેલા તારકિશોર પ્રસાદે તેની પૃષ્ટી કરતા કહ્યું કે તેમણે સીએમ માટે પસંદ કરાયેલા નીતિશ કુમાર તરફથી પદગ્રહણ માટે ફોન આવ્યો હતો. સરકારમાં બીજા નાયબ મુખ્યમંત્રી રેણુ દેવી હશે.

પટણામાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ પટણા ખાતે આવી રહ્યાં છે. યુપી બાદ બિહાર એવો બીજો ભાજપ શાસિત પ્રદેશ છે, જ્યાં એક સીએમની સાથે બે નાયબ મુખ્યપ્રધાન હશે.

રાજદ પ્રમુખ તેજસ્વી યાદવ મુખ્યમંત્રી પદના શપથ લેવા જઇ રહેલા નીતિશ કુમારના શપથગ્રહણ સમારંભમાં ઉપસ્થિત નહી રહે. આખો વિપક્ષ શપથગ્રહણનો બહિષ્કાર કરશે. તેજસ્વી પહેલા જ આરોપ લગાવી ચુક્યા છે કે એનડીએએ છલ, બળ અને ધનની મદદથી આ ચૂંટણી જીતી છે. સાથે જ તેમણે કહ્યું હતું કે જો નીતિશમાં થોડો પણ અંતરાત્માનો અવાજ બચ્યો છે તો તેમણે સીએમ પદનો મોહ છોડી દેવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published.