
સમગ્ર દેશ સહિત રાજ્યમાં કરાયેલા દેશ વ્યાપી લોકડાઉનના કારણે દૈનિક મજૂરોની પરિસ્થિતિ દયનીય બની છે નોંધનીય છે કે લોકડાઉનના કારણે મજૂરો પોતાના વતન જઈ શકતા નથી પરંતુ રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા મજૂરો માટે રહેવા અને ખાવી પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે નોંધનીય છે કે ગુજરાતમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા મજૂરો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. ત્યારે સરકારે સ્થાનિક તથા પરપ્રાંતિય મજૂરો સહિત તમામ માટે યોજનાઓ અમલમાં મૂકી છે ત્યારે મજૂરોની કફોડી પરિસ્થિતિના કારણે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બાગેલ દ્વારા મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી.. તેઓએ ફોન કરી છત્તીસગઢના મજૂરોની ચિંતા વ્યક્ત કરી હતી. બંન્ને મુખ્યમંત્રીની થયેલી વાતચીત દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભુપેશ બાગેલને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું કે રાજ્ય સરકાર તમામ મજૂરોની દેખરેખ રાખી રહી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બાગેલે ટ્વીટ કરી આ જાણકારી આપી હતી