////

તેલુગુ અભિનેત્રી વિજયાશાંતિએ ભગવો ધારણ કર્યો

તેલુગુ અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા વિજયાશાંતિએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભગવો ધારણ કર્યો છે. નવી દિલ્હીમાં રવિવારે સાંજે વિજયાશાંતિએ ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ તેમણે ભાજપના નેતા જી કિશન રેડ્ડી અને તેલંગણા ભાજપ ચીફ બંડી સંજયકુમાર સાથે પણ મુલાકાત કરી હતી.

આપને જણાવી દઈએ કે, વિજયાશાંતિએ વર્ષ 2014માં કોંગ્રેસ જોઈન કર્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી પૂર્વ સાંસદ રહી ચૂકેલા વિજયાશાંતિ પાર્ટી સંબંધિત ગતિવિધિઓમાં સક્રિય નહતી. વિજયાશાંતિએ ભાજપ સાથે જોડાઈને જ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ TRS જોઈન કર્યું અને પછી વર્ષ 2014માં કોંગ્રેસમાં જોડાઈ ગઈ. હવે ફરીથી એકવાર તેની ઘરવાપસી થઈ છે. વિજયાશાંતિએ જ્યારે કોંગ્રેસ જોઈન કર્યું ત્યારે તેલંગણા અને આંધ્ર પ્રદેશ અલગ થયા ન હતા.

એવું કહેવામાં આવે છે કે, વિજયાશાંતિ ભાજપમાં જોડાતા તેલંગણામાં ભાજપની સ્થિતિ વધુ સારી થશે. હાલમાં જ ભાજપે GHMCની ચૂંટણીમાં ખુબ સારું પ્રદર્શન કર્યું. ભાજપે આ ચૂંટણીમાં 48 બેઠકો મેળવી. જ્યારે TRSને 55 મળી. આ ચૂંટણીમાં ભાજપ બીજી મોટી પાર્ટી બનીને ઉભરી.

Leave a Reply

Your email address will not be published.