///

યમુના એક્સપ્રેસ-વે પર કાર અને કન્ટેનર વચ્ચે ભીષણ અકસ્માત, 5 લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં આગ્રા-યમુના એક્સપ્રેસ વે પર મંગળવારે સવારે ખંદોલી નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે.

લખનૌથી દિલ્હી જઈ રહેલી કાર ધડાકાભેર સામેથી આવી રહેલા કન્ટેનર સાથે અથડાઈ હતી. આ ટક્કર બાદ કારમાં આગ લાગી ગઈ હતી, જેમાં કારમાં સવાર 5 લોકો જીવતા ભૂંજાયા હતાં.

આ અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં કારમાં સવાર તમામ 5 લોકોના મોત નિપજ્યાં હતાં. મૃતકોમાં એક બાળક, એક મહિલા અને ત્રણ પુરુષો સવાર હતાં. આ તમામ લોકો લખનૌના હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અકસ્માત મંગળવારે સવારે 4 કલાકે સર્જાયો હતી. સ્વિફ્ટ કાર આગ્રાથી દિલ્હી તરફ જઈ રહી હતી. આ સમયે અચાનક એક કન્ટેનર રોંગ સાઈડથી આવ્યું અને કાર સાથે ધડકાભેર ટકરાયું હતું. આ ટક્કર એટલી ભયાનક હતી કે, કારમાં આગ લાગી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published.