//

ઝારખંડના ધનબાદમાં ભીષણ અકસ્માત, 5ના મોત

ઝારખંડ રાજ્યના ધનબાદ જિલ્લાના પૂર્વી ટુંડી વિસ્તારમાં વહેલી સવારે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં સવાર 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ધનબાદ જિલ્લામાં વહેલી સવારે હાઇ સ્પીડમાં આવતી કારે રસ્તા પર પાર્ક કરેલા ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ છે. આ અકસ્માતને પગલે ઘાયલ ડ્રાઇવરને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતમાં મૃતકોમાં એક મહિલા, બે બાળકો અને બે પુરુષનો સમાવેશ છે.

Leave a Reply

Your email address will not be published.