////

દિલ્હીમાં એવું તે શું થયું કે ઈન્ડિયા ગેટ થઈ ગયો ગાયબ

દિલ્હી એક એવું શહેર છે, જ્યાં અવારનવાર પ્રદૂષણની સમસ્યા સર્જાઈ છે. હાલમાં દિલ્હીમાં પ્રદૂષણી માત્રા એટલી વધુ છે કે દિલ્હી શહેરનો પ્રખ્યાત ગેટ એવો ઈન્ડિય ગેટ પણ જોવા મળી રહ્યો નથી. પ્રદૂષણનો કહેર એટલો ભયાનક છે કે, ઈન્ડિયા ગેટ જ ગાયબ થઈ ગયો છે.

દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ના ભયજનક આંકડાઓને પાર કરી ગયો છે. ત્યારે વાયુ પ્રદૂષણના કારણે દિલ્હીવાસીઓના શ્વાસ પણ રૂધાઈ રહ્યાં છે. શહેરની હવામાં પ્રદૂષણના ઝેરનું સ્તર સતત વધતું રહ્યું છે. જ્યારે અલીપુર વિસ્તારમાં આજરોજ એક ક્વોલિટી ઈન્ડેક્સનો આંકડો 400ની પાર પહોચ્યો હતો. ઠંડીની સાથે સાથે શહેરમાં વાયુ પ્રદૂષણની માત્રા પણ સતત વધતી જાય છે. દિલ્હીના અલીપુર ઉપરાંત વઝીરપુર બવાના અને મુંડકામાં પ્રદૂષણનું સ્તર ગંભીર હાલતમાં છે.

દિલ્હીમાં અલીપુર વિસ્તાર 439 એર ક્વાલિટી સાથે દિલ્હી શહેરનો સૌશી પ્રદૂષિત વિસ્તાર બન્યો છે. આ વાયુ પ્રદૂષણને કારણે હવામાં એટલું તો પડ જામી ગયું હતું કે ઇન્ડિયા ગેટ દેખાતો જ ‘ગાયબ’ થઇ ગયો હતો. વાદળ છવાવાને કારણે હવાની ગતિ એકદમ ધીમી હોવાથી લોકોના શ્વાસ પણ રૂંધાવા લાગ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આગામી બે દિવસમાં વાયુ પ્રદૂષણમાં રાહતના કોઈ એંધાણ નથી.

Leave a Reply

Your email address will not be published.